અંબાલાલ પટેલની ભયંકર આગાહી, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે; ઝાલાવાડ-ભાલમાં પણ તોફાની બેટિંગ કરશે

ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા બીજા રાઉન્ડમાં રાજ્યને ઘમરોળશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈ મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બીજા રાઉન્ડ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 7થી 12મા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બનાસકાંઠાના પાલનપુર, થરાદ અને વાવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ કોઈ કોઈક ભાગમાં અતિ ભારે વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં 8 ઈંચ વરસાદ રહેશે. ત્યાં જ મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. જેમાં કોઈ ભાગોમાં 4 ઈંચથી વરસાદ રહેશે. સમી, હારીજ, બેચરાજી, કડી અને ધોચાનામાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ ઉપરાંત પંચમહાલ અને ગોધરામાં ભારે વરસાદની આગાહી છે.

તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે. વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે. ત્યારે અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. જામનગર અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરે તેવી શક્યતા છે. ત્યારે જામનગર જિલ્લાના ભાણવડ, ખંભાળિયા અને લાલપુર તાલુકામાં વરસાદ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સરેરાશ 15 ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી શક્યતા છે. અમરેલી જિલ્લાના બાબરા, લઢી, લિલિયા, ધારી, કોડીનાર અને જાફરાબાદમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના વિસાવદર, કુતિયાણા, માણવદર, વંથલી, ભેંસાણ, કેશોદ, મેંદરડા અને તાલાલામાં વરસાદ ખાબકશે. તો જૂનાગઢ અને વેરાળમાં અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે. ઘોઘા, તળાજા, બોટાદ અને પાલિતાણામાં વરસાદ રહેશે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે. જિલ્લાના ગોંડલ, ધોરાજી, કોટડા સાંગાણી અને લોધિકા તાલુકામાં વરસાદ વરસશે. ઝાલાવાડ અને ભાલ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે. સુરેન્દ્રનગરના વઢવાણ, લખતર, લીંબડી, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદી માહોલ રહેશે. તો ધોળકા, ધંધુકા અને વિરમગામના કેટલાક વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેશે.

Leave a Comment