અંબાલાલ પટેલે કરી વરસાદના બીજા રાઉન્ડની આગાહી ગુજરાતમાં બોલાવશે ભુક્કા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે.

આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે.

આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે.

આ સમય દરમિયાન, હવામાન વિભાગે 5 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

ગાંધીનગરથી જુનાગઢ અને જામનગર SDRFની બે ટીમો મોકલવામાં આવી છે. આ સાથે વડોદરાથી કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારી NDRFની 4 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.

Leave a comment