આજે તમારું જિદ્દી વર્તન કામ બગાડી શકે છે. લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. વેપારમાં મહેનત કરવી પડશે. કોઈ ધાર્મિક અથવા શુભ કાર્ય પર ખર્ચ થઈ શકે છે. રોજગાર મેળવવાના પ્રયાસો સફળ થશે. કાળજી અને સાવધાની સાથે કામ કરવાથી કામ માં સફળતા અવશ્ય મળશે. સ્વાસ્થ્યને લઈને કોઈ બેદરકારી ન રાખો, ઈજા થવાની સંભાવના છે. પરિવારમાં તમે એવા વ્યક્તિની ભૂમિકા અદા કરશો જે દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.
વૃષભ રાશિ
આજે તમને નવી તકો મળી શકે છે. થોડી મહેનતથી તમને મોટી રકમ મેળવવાની તક મળશે. અગાઉ કરેલ પૈસાના રોકાણ માંથી તમને સારો ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના નબળા વિષયો પર વધુ મહેનત કરવી જોઈએ. ઈચ્છિત પરિણામ ન મળવાથી નાના વેપારીઓ નાખુશ રહેશે. આજે તમારામાં કામને લઈને ઘણો ઉત્સાહ રહેશે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો તમે રિયલ એસ્ટેટમાં પૈસા રોકવા માંગો છો, તો તમને ફાયદો થશે.
મિથુન રાશિ
નક્ષત્રોની સારી સ્થિતિના કારણે દિવસ શુભ રહેશે. ખર્ચ અને રોકાણનો નિર્ણય જાતે જ લો. કામનો બોજ વધુ રહી શકે છે. નોકરી સંબંધિત કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વિવાહિત જીવન આનંદથી પસાર થશે. વેપારમાં લાભ થશે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે. આજે તમે તમારી વાતને ખૂબ જ અસરકારક રીતે રાખવામાં સફળ થશો. અપરિણીત લોકોના લગ્ન નક્કી થવાની સંભાવના છે. તમને ઉચ્ચ અધિકારી નો સહયોગ મળશે.
કર્ક રાશિ
આજે ઘણા પ્રકારના પ્રશ્નો પણ તમારા મનમાં રહેશે. ગાયને લીલો ચારો ખવડાવો, તમારી મહેનત ફળશે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે સમજદારીપૂર્વક વાતચીત કરો. નોકરીમાં સારું પ્રદર્શન કરવાથી લાભ થશે. મન માં આધ્યાત્મિક રુચિ રહેશે. પહેલાથી ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થશે અને વિવિધ ક્ષેત્રોમાં નવી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.
સિંહ રાશિ
તમારા સતત પ્રયત્નોથી સફળતા ચોક્કસ તમારા હાથમાં આવશે. સહકર્મીઓ સાથે મળીને કામ કરવાથી કામ જલ્દીથી પૂર્ણ થઈ શકે છે. શરૂઆતમાં કેટલાક લોકો સાથે અણબનાવ થવાની સંભાવના છે. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂનો વિવાદ સામે આવી શકે છે. પૈસા અને પ્રોપર્ટી બાબતે થોડા સાવધાન રહો. સંતાન પક્ષ તરફથી આજે કોઈ ખાસ સમાચાર મળશે. આજે તમારે ગંભીર બાબતોને શાંતિથી અને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ.
કન્યા રાશિ
આજે એ વાતનું ધ્યાન રાખો કે, તમારી જીદના કારણે કોઈ કામ ન થાય. માનસિક શાંતિ મળશે. પ્રેમ કરનારાઓ માટે આ સમય સહાયક છે. પરિસ્થિતિ સુધર્યા પછી પણ સાવધાન રહો. જે લોકોના કારણે તમને દુઃખ થાય છે તેમની સાથે તમે અંતર રાખશો તો સારું રહેશે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લો. પરિવાર સાથે આનંદમાં સમય પસાર થશે.
તુલા રાશિ
આજે નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો. શુભ કાર્યમાં જવાનું થશે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. આજે તમે પ્રશંસનીય કામ કરશો. આજે ભાગ્ય તમારો સાથ આપશે. નમ્રતા અને કુનેહથી કાર્યને વધુ સારી રીતે પૂર્ણ કરવાથી તમારી ઈમેજ સારી બનશે. તમે કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાઈને કામ બગાડી શકો છો. આજે તમને નવા બિઝનેસમાં જોડાવાની તક પણ મળશે. આજે કોઈ કામમાં તમારે ધાર્યા કરતા વધારે મહેનત કરવી પડશે.
વૃશ્ચિક રાશિ
આજે તમારી અપેક્ષાઓ ચરમસીમા પર હશે અને તમે તમારા ઉત્સાહ અને તમારી અપેક્ષાઓને કોઈપણ કિંમતે ઓછી થવા દેશો નહીં. તમને કોઈ મોટી રાજકારણ ને લગતી ઓફર મળી શકે છે. તમે તેને ખુશીથી સ્વીકારશો, પરંતુ થોડો અસંતોષ રહેશે. મહત્વાકાંક્ષાઓ અને સપના પૂરા કરવાનો સમય આવી ગયો છે. બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરીને કામ કરવું. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. કેટલાક મહત્વપૂર્ણ કામ તમાર ધાર્યા અનુસાર પૂર્ણ થતા જોવા મળશે.
ધન રાશિ
આજે તમારી વાણી અને વર્તન પર સંયમ રાખવો તમારા જ હિતમાં છે. જીવનસાથીને ઘરના કામમાં મદદ કરશો. તમે બીજાઓ પર થોડો વધુ ખર્ચ કરી શકો છો. જો તમે તમારી ઘરેલું જવાબદારીઓને અવગણશો તો તમારી સાથે રહેતા કેટલાક લોકો ગુસ્સે થઈ શકે છે. ખર્ચ પર નજર રાખો, નહીં તો મુશ્કેલી આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે. વેપારીઓને વસૂલાતના પૈસા મળી શકે છે. તમને કેટલીક સુવર્ણ તકો મળશે.
મકર રાશિ
જો તમે કોઈ વિષય પર સંશોધન કરી રહ્યા છો, તો આ સમય તમારા માટે ઉત્તમ રહેશે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરી શકો છો. તમારા કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. તમે ઘરી કોઈ બાબતને લઈને બેચેન રહેશો. ભાગ્ય આજે તમારી સાથે છે. કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે. પરિવારના સભ્યો સાથે ધીરજ રાખો. અચાનક નાણાંકીય લાભ તમારા મનનો ભાર હળવો કરશે. તમારું પારિવારિક વાતાવરણ આનંદથી ભરેલું રહેશે.
કુંભ રાશિ
વેપારમાં લાભ થવાની સંભાવના છે. ઉચ્ચ પદ ધરાવતી વ્યક્તિ તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ સાબિત થશે. આજે તમારું મહેનતુ, અને ઉષ્માભર્યું વર્તન તમારી આસપાસના લોકોને ખુશ કરશે. પરિવારના સભ્યોની મદદથી તમે સમસ્યાનો ઉકેલ લાવી શકશો. સ્વાસ્થ્યના મામલામાં તમને કોઈપણ પ્રકારની સમસ્યા થઈ શકે છે. કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ. વાતોમાં ક્યારેય દેખાડો ન કરો.
મીન રાશિ
વ્યવસાયમાં મોટી ઓફર મળવાથી નાણાંકીય લાભ થઈ શકે છે. શિક્ષણ મેળવવા માટે આજનો દિવસ સારો છે, મહેનત પ્રમાણે સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની યોજના સફળ થશે. આ રાશિના પરિણીત લોકો આજે પોતાના જીવનસાથીને સરપ્રાઈઝ આપી શકે છે. સદનસીબે, તમને સારા સમાચાર મળશે. સંતાનની જવાબદારી પૂરી થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. શરીરમાં ચેતના અને ઉર્જા નો સંચાર થશે. ગુસ્સા ને કાબુમાં રાખવા પ્રયત્ન કરવા.