ગુજરાતમા આવેલો આ ધોધ મીની કાશ્મિર તરીકે ઓળખાય છે ચોમાસાની ખરી મોજ માણવા સહેલાણીઓ અહિ આવીને ખુશ થાય છે

ઉત્તર ગુજરાતમાં હાલમાં જ્યારે છેલ્લા બે થી ત્રણ દિવસમાં જે રીતે ભારે વરસાદ અવિરત રીતે ચાલુ રહ્યો છે તેના કારણે અહીં આવેલા તમામ નદીઓ.આ હાલ તો પાણીનો પ્રવાહ ખૂબ જ વહી રહ્યો છે.ખાસ તો અહીં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોમાં હવે કુદરતી નજારો એકાએક સજીવ બની ગયો છે.અમે તમને અહીં વાત કરવા જઇ રહયા છીએ ભિલોડા તાલુકામાં આવેલા સુનસર ગામની કે જયાં કુદરતી રીતે અહીં આવેલા ડુંગરો પરથી ધોધ વહે છે.અને તેના કારણે જ આ સ્થળને લોકો કહે છે મીની કાશ્મીર.

હવામાન વિભાગે જે રીતે હાલના સમય માટે જ એ આગાહી કરી હતી તેમાં અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડા પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે તેના ભાગરૂપે સુનસર ગામમાં આવેલો ધોધ ફરી એકવાર સજીવ બન્યો છે.આ ધોધ વહેતો થયો હોવાથી હાલમાં અનેક લોકો સહેલાણીઓ અહીં આખો દિવસ આ કુદરતી વાતાવરણમાં મજા માણવા માટે ઉમટી પડયા છે.એકવાર આ ધોધ વહેતો થાય છે પછી બે થી ચાર દિવસ સુધી વહેવાનો ચાલુ જ રહે છે.આ ધોધને અહીં આ રીતે જોવો એ પણ એક લાહવો જ છે.આ નયનરમ્ય દ્રશ્ય જોઈને અહીં આવતા તમામ. લોકો ખૂબ જ આકર્ષિત થઈ જાય છે.

મીની કાશ્મીર તરીકે ઓળખાતા આ ધોધને હળતો આઝાદીનો રંગ લાગ્યો છે.આઝાદીના 75 વર્ષની ઉજવણી આખો ભારત દેશ કરી રહ્યો છે ત્યારે વળી આ ધોધ બાકી કેવી રીતે રહી જાય.સુનસર ગામના આ ધોધમાં કેટલાક દેશભક્તોએ તિરંગના રંગો લગાવીને ધોધને પણ જાણે તિરંગો જ બનાવી દીધો હોય એ દ્રશ્ય જોઈને ખરેખર લોકોમાં દેશભક્તિ જાગી જાય એવું દ્રશ્ય આહલાદક તો ખરું જ.

આ સુનસર ગામ અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકાનું ગામ છે જે ભિલોડાથી નજીક આવેલું છે.અહીં પહોંચવા માટે તમે મોડાસા, હિંમતનગર ,તેમજ ઈડર શહેરથી આવી શકો છો.ચોમાસાની ઋતુમાં એટલે કે હાલના સમયમાં તો અહીં આ ધોધની મજા માણવા માટે દૂરદૂરથી લોકો આવે છે.સ્થાનિક લોકો ઉપરાંત અહીં અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, ઈડર વગેરે જેવા શહેરોથી પણ સહેલાણીઓ પોતાના પરિવાર સાથે મોજ માણવા આવી જાય છે અને આખો દિવસ રોકાઈ ખૂબ જ ખુશ થઈને ઘરે પરત ફરે છે.ધોધમાં આખો દિવસ નાહવાનો લાહવો જ એક અલગ હોય છે.

અને હા તમે અહીં ગયેલા હોય તો કૉમેન્ટ જરૂરથી કરો જેથી અન્ય લોકો અહીં આવવા માટે પ્રેરાય.ચાલો એકવાર આ સીઝનમાં અહીં આવીને આ ધોધની મજા જરૂરથી માણો.

Leave a comment