સોમવારનો દિવસ ભગવાન શિવજીનો દિવસ કહેવાય છે.આ દિવસે શિવજીને પ્રસન્ન કરવા ભક્તો ઘણા બધા ઉપાય કરતા હોય છે.શિવજી પર સોમવારના દિવસે એક લોટો પાણી ચઢાવો તો પણ શિવજી પ્રસન્ન થઇ જાય છે.સાચા દિલથી જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તેઓ અચૂક પ્રસન્ન થઇ જાય છે.જો તમે પણ જીવનમાં પૈસાની તંગી,પરિવારમાં અશાંતિ,લગ્નજીવનમાં ઝઘડા જેવી સમસ્યાઓથી પરેશાન છો તો સોમવારના દિવસે કરો આ ઉપાય
કુંડળીનો ગ્રહ દોષ દુર કરવા માટે
સોમવારના દિવસે શીવલીંગ પર કાચું દૂધ ચઢાવો.જો આવું તમે પાંચ કે સાત સોમવાર સુધી કરશો તો શિવ તમારા પર પ્રસન્ન રહેશે.અને કુંડળીમાં ગ્રહનો દોષ ટળી જશે.અને મનમાં માંગેલી ઈચ્છાઓ પણ પૂરી થઇ જશે
નજરદોષ દુર કરવા
નજરદોષ થી બચવા માટે સોમવારની રાતે એક ગ્લાસ દૂધ પોતાના માથા જોડે રાખી સુઓ.બીજા દિવસે સવારે સ્નાન કરી દૂધની ઝાડનાં મૂળમાં નાખી આવો
લગ્નજીવનમાં સુખ શાંતિ માટે
જો લગ્નજીવન તમારું સીધા માર્ગે ન ચાલતું હોય અનેક સમસ્યાઓ આવતી હોય તો સોમવારની સવારે ભગવાન શિવજીને રુદ્રાક્ષની માલા અર્પણ કરો.અને પોતાની મનની વાત શિવજીને કરો
પૈસાની મુશ્કેલી માટે
જો આર્થિક તંગીથી તમે પીડાઈ રહ્યા છો,તમને પૈસાની તંગી સતાવી રહી છે તો દર સોમવારે પાણી મિશ્રિત દૂધ શિવજીને ચઢાવો.અને રુદ્રક્ષાથી “ઓમ સોમેશ્વરાય નમઃ” મંત્રનો ૧૦૮ વાર જાપ કરો.ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે અને ઘરમાં થશે ધનનો વરસાદ