સંતરામપુરના ઉખરેલી ગામે નદીમાં ન્હાવા પડેલ બે યુવાન ડૂબ્યા છે. એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય એક યુવાનની શોધ ખોળ ચાલી રહી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉખરેલી ગામમાં નદીમાં 10 થી 12 જેટલા યુવાનો ન્હાવા પડ્યા હતા. અન્ય તમામ યુવાનોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સંતરામપુર વહીવટી તંત્ર, 108 ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ડૂબવાની ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
ઉત્તર પ્રદેશના પરિવારને વલસાડ નજીક નડ્યો અકસ્માત
ઉત્તર પ્રદેશથી રિક્ષામાં સવાર થઈ ઉમરગામ જવા નીકળેલા પરિવારને વલસાડના વાગલધરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માત નડ્યો હતો.. આ અકસ્માતની ઘટનામાં એક પાંચ વર્ષીય બાળક તથા અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ઈજાગ્રસ્તોને રીક્ષા મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા
ઉત્તર પ્રદેશના યુ.પી ગાજીપુરથી રિક્ષામાં સવાર થઈ યાદવ પરિવાર તથા અન્ય એક યુવક સાથે ઉમરગામના ગાંધીવાડી ખાતે આવી રહ્યા હતા. જે દરમિયાન વાગલધરા નેશનલ હાઇવે પર ખારેરા નદીના પુલ ઉપર પડેલા ગંભીરખાડાને પગલે રીક્ષા પલટી મારી જ હતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોને રીક્ષા મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એક બાળક તથા અન્ય ઈસમનું મોત નિપજ્યું.