આપણા ગુજરાતનું એક પવિત્ર સ્થળ એટલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી માતાનું આવેલું ભવ્ય મંદિરે. આ મંદિર અરવલ્લી શૃંખલાના આરાસુર પર્વત પર આવેલું છે. એવુ માનવામાં આવે છે કે અહીંની અખંડ જ્યોતિ ક્યારે પણ ઓલવાઈ નથી. અહીંયા ભાદરવી પૂર્ણિમા ના દિવસે ભક્તોની ભીડ લાગે છે.
આજે પણ હજારો લોકોને મંદિરમાં માતાજીના હોવાનો અહેસાસ થાય છે. અંબાજી માતાનું મંદિર દેશના સૌથી જુના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનો માંથી એક છે. અંબાજીનું આ મંદિર માં દેવી સતીના 51 શક્તિપીઠો માંથી એક છે. અંબાજીનું મંદિર આરસપહાણ ના પથ્થરોથી બનેલું છે. મંદિરની શિખર 103 ફુટ ઊંચું છે અને સોનાથી બનેલું છે.
અંબાજી મંદિરની પરંપરા મુજબ નીજમંદિરમાં માતાજીની સવારી સ્વરૂપ વાઘ પર શ્રદ્ધાળુઓ કુમકુમ ચડાવી પોતાના નીજગૃહે લઇ જાય છે. કાશ્મીર એટલે કે કેશર અને કેશર એ જ કુમકુમ. જે માતાજીની રાજોપચાર પૂજામાં વપરાય છે. એટલું જ નહીં, આમ પૂજામાં પણ માતાજીને કેશરનો લેપ સાથે કુમકુમની બિંદી કરવામાં આવે છે.આદ્યશક્તિ મા અંબાનું અખંડ સૌભાગ્યનું પ્રતીક છે. જોકે, બદલાતા સમયમાં હવે હળદર અને ચૂનામિશ્રિત કુમકુમ શ્રદ્ધાળુઓ દ્વારા વપરાઈ રહ્યું છે.
અંબાજીનું આ મંદિર પણ એક શક્તિપીઠ જ છે પરંતુ થોડું અલગ છે કેમ કે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું. આ મંદિરમાં માતાજીની પૂજા વિધિ શ્રીયંત્રની આરાધાનથી થાય છે જે સીધી આંખે જોઈ શકાતું નથી. મંદિરના પૂજારી માતાજીનો એટલો અદભુત શ્રીંગાર કરે છે કે જાણો માતાજી મંદિરમાં સાક્ષાત વિરાજમાન હોય.
51 શક્તિપીઠોમાં ઉલ્લેખાતાં અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને માઉન્ટ આબુ પર્વત ઉપર હોઠ ના ભાગ પડ્યા હતા. દેવી ભાગવત મુજબ, અગ્નિદેવની કૃપાથી મહિષાસુર ત્રણે લોકમાં ત્રાસ વર્તાવતો હતો. તેનો સંહાર કરવા દેવોએ ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી તે સમયે મા અંબા પ્રગટ થયાં. તેમણે મહિષ નામના દાનવનો સંહાર કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયાં હતા.
અંબાજી મંદિરના પરિસરમાં 45 મિનિટમાં મા અંબાની ઉત્પત્તિ અને 51 શક્તિપીઠોની સમજ આપવા 3-D મુવી થિયેટર પણ આવેલ છે. 3 D થિયેટર માં દરેકમાં 70 સીટ આવેલ છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખથી જોવાનો નિષેધ હોઇ પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. ગોખમાં એવી રીતે વસ્ત્રાલંકારો તથા આભૂષણોનો શણગાર કરાય છે કે દર્શન કરનારને સવાર, બપોર અને સાંજે માતાજી જાણે વાઘ ઉપર બેઠાં હોય.