જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિતૃઓની નારાજગી ફક્ત પરિવાર જ નહીં પરંતુ અનેક પેઢીઓ સુધી નુકસાન પહોંચાડે છે. ઘરમાં કંકાસ થાય છે, ધન હાનિ, બીમારીઓ પીછો નથી છોડતી. વંશ વૃદ્ધિ નથી થતી. યુવક-યુવતીઓની ઉંમર વધવા લાગે છે પરંતુ તેમના વિવાહ નથી થતા. જો પિતૃઓ પ્રસન્ન હોય તો 7 પેઢીઓ તરી જાય છે. ઘરમાં હંમેશા ખુશહાલી રહે છે.
આ ઉપરાંત ધનની કમી નથી રહેતી. તેથી પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ, તર્પણ વગેરે જરૂર કરવું જોઇએ. આ ઉપરાંત પિતૃ દોષ નિવારણના ઉપાય કરી લેવા જોઇએ. જો તમારા જીવનમાં પણ સમસ્યાઓ, સંકટ અને આર્થિક તંગી હોય તો આ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કાળા તલના ઉપાય કરી લો.
આ કારણે ખાસ છે સર્વ પિતૃ અમાવસ્યા
આ વર્ષે 14 ઓક્ટોબર 2023, શનિવારે સર્વ પિતૃ અમાવસ્યા છે. આ દિવસે શનિવાર હોવાથી પિતૃ દોષથી મુક્તિ મેળવવાનો ખાસ સંયોગ બની રહ્યો છે. શનિવારે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કાળા તલના કેટલાંક ઉપાય કરવાથી તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
પિતૃ અમાવસ્યાના ઉપાય
આમ તો તમે આ ઉપાય દરેક અમાવસ્યા પર કરી શકો છો પરંતુ પિતૃ પક્ષની અમાવસ્યા પર આ ઉપાય કરવાથી વધુ ફળ મળે છે. તેના માટે મહાલયા અમાવસ્યા કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કાળા તલને પાણીમાં નાંખીને પિતૃના નામ લેતા તર્પણ કરો. તેનાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.
આ ઉપરાંત સર્વ પિતૃ અમાવસ્યા શનિવારના દિવસે જળમાં કાળા તલ નાંખીને સૂર્ય દેવને અર્ધ્ય આપવાથી પિતૃઓને શાંતિ મળે છે. સાથે જ શનિની સાડાસાતી અને ઢૈય્યાના કષ્ટથી છુટકારો મળે છે.
સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શનિવાર પણ છે. આ દિવસે તલનું દાન કરવાથી પિતૃઓની નારાજગી દૂર થાય છે અને તે આશીર્વાદ આપે છે.
પિતૃઓની નારાજગી દૂર કરવા અને પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શનિવારે જળમાં કાળા તલ નાંખીને શનિદેવની શિલા રૂપનો અભિષેક કરવો જોઇએ. તેનાથી પિતૃ દોષ અને શનિ દોષથી મુક્તિ મળે છે.