શ્રાવણ મહિનાની શરૂઆત ગુજરાતમાં 17 ઓગસ્ટ થવા જઈ રહી છે. આ વર્ષે અધિક માસ હોવાને લીધે શ્રાવણ મહિનાનાં 4 સોમવાર આવશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ પુરાણમાં કેટલાક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રોનો જાપ રાશિઓ મુજબ કરવો જોઈએ.
મેષ રાશિનો મંત્ર
મેષ રાશિનાં જાતકોએ ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ શ્રાવણ મહિનાનાં સોમવારે કરવો જોઈએ. શિવજીનાં અભિષેક દરમિયાન જળની જગ્યાએ શેરડીના રસનો ઉપયોગ કરવો જોઈએ.
વૃષભ રાશિનો મંત્ર
આ રાશિનાં જાતકોએ ‘ઓમ નાગેશ્વરાય’ મંત્રનો જાપ કરવો. મહાદેવનો અભિષેક દૂધથી કરવું શુભ રહેશે.
મિથુન રાશિનો મંત્ર
‘ઓમ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલું ઓમ નમઃ ‘ મંત્રનો જાપ કરવો. શિવલિંગ પર દૂર્વા અને ભાંગનાં પાન ચડાવવું આ રાશિનાં જાતકો માટે શુભ.
કર્ક રાશિનો મંત્ર
‘ઓમ ચંદ્રમૌલેશ્વર નમ:’ મંત્રનો જાપ કર્ક રાશિનાં જાતકોએ કરવો જોઈએ. રાશિનાં લોકોએ શિવનાં અભિષેકમાં ખીરનો ઉપયોગ કરવો જોઈએ.
સિંહ રાશિનો મંત્ર
‘શ્રી સોમેશ્વરાય ‘ મંત્રનો જાપ સિંહ રાશિના જાતકોએ પૂજા દરમિયાન કરવો જોઈએ. ભગવાનનો અભિષેક ગંગાજળથી કરવું લાભદાયી.
કન્યા રાશિનો મંત્ર
‘ઓમ નમ: શિવાય કાલં ઓમ નમ:’નો જાપ કન્યા રાશિનાં જાતકોએ શ્રાવણમાસનાં સોમવારે કરવો. શિવલિંગ પર 5 બીલીપત્ર ચઢાવવા જોઈએ. ( બીલીપત્ર ક્યારેય ખાલી ન ચડાવવ