પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો મહિનો આ મહિના દરમિયાન ભક્તો મન મૂકીને ભગવાન શિવની આરાધના કરતા નજરે પડે છે.
શિવાલયમાં તો એટલા ભક્તોનો ઘોડાપૂર જામી જાય છે કે આખા બારે મહિના ન જોવા મળતા હોય એટલા ભક્તો આ એક મહિના દરમિયાન ભગવાન શિવની આરાધના કરતા હોય છે.
આ પવિત્ર શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવની પૂજાની સાથે સાથે જો દાન પણ પુણ્ય કરવામાં આવે તો તેનું પણ એક અલગ જ મહત્વ રહેલું છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ પ્રસન્નતા માટે વિશેષ કામની રૂકાવટ ન આવે તે માટે શ્રાવણમાં દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે.
શ્રાવણ મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી થશે ખૂબ જ મોટો ફાયદો.
શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ આ દાન કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે અને આયુષ્ય વધવાની સાથે સાથે તંદુરસ્તીમાં પણ વધારો કરી આપે છે.
આ સિવાય પવિત્ર શ્રાવણ મહિનાની અંદર કાળા તલનું દાન કરવાનો પણ મહિમા બતાવવામાં આવેલો છે શાસ્ત્રો મુજબ આપણે જોઈએ તો ભગવાન શિવને અને ભગવાન શનિદેવને આ તલ ખૂબ જ પ્રિય હોય છે.
આ સિવાય પવિત્ર શ્રાવણ માસની અંદર ગરીબ વ્યક્તિઓને અને પૂજાપાઠ કરતાં બ્રાહ્મણને જો તમે દાળ ચોખા વગેરેનું તૈયાર કરીને સીધું અર્પણ કરો છો તો આનાથી ભગવાન ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપને મનોકામના પૂર્ણ કરવામાં સહયોગ કરે છે.