સોમવારે નંદીના કાનમાં ફક્ત બોલી દો બે શબ્દો, પછી જુઓ ચમત્કાર, મહાદેવ આપશે અપાર ખુશીઓ

હિન્દૂ ધર્મમાં ભગવાન શંકરને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. બધા દેવોમાં ફક્ત ભગવાન શંકર જ એવા દેવ છે જે ખૂબ જ આસાનીથી પોતાના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે. શિવ ભક્તોમાં સોમવારનું આગવું મહત્વ હોઈ છે. જે ભક્ત ભગવાન શંકર ની સાચા મનથી પૂજા અર્ચના કરે છે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે અને મહાદેવની અસીમ કૃપા હંમેશા તેમના પર બની રહે છે.

આપ સૌ ભલીભાતિ જાણતા જ હશો કે નંદી ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. જ્યાં જ્યાં ભગવાન શંકર ની પૂજા થાય છે ત્યાં ત્યાં નંદી નો ઉલ્લેખ અવશ્ય થાય છે. નંદી ભગવાન શંકર નું વાહન તો છે જ પણ તે તેમનો પરમ ભક્ત પણ છે.

ભગવાન શંકર ના દરેક મંદિરમાં નંદિની મૂર્તિ અવશ્ય જોવા મળતી જ હોય છે. ભગવાન શંકરના દરેક મંદિરની બહાર તમને નંદી બિરાજમાન જોવા મળતા જ હોય છે.

એવું કહેવાય છે કે તમે સોમવાર ના દિવસે ભગવાન શંકરના મંદિરમાં તેમની પૂજા અર્ચના કરવા માટે જાઓ છો ત્યારે તમે નંદી ના કાનમાં સાચા દિલ થી જે પણ કહી મનોકામના માંગો છો તો તે મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે.

ભગવાન શંકર એ સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ સાચા દિલથી નંદીના કાનમાં બોલીને મનોકામના માગશે તે પૂર્ણ થશે. માગેલી ઈચ્છઓ ભગવન શંકર સુધી પહોંચી જાય છે.

Leave a Comment