હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાક ગુજરાતમાં અતિભારે હોવાની આગાહી કરવામાં આવી છે. 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી છે.

1 જૂને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે

હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે. તો અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ રહેશે. આવતીકાલે 1 જૂને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. તો કચ્છમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. 2 જુનથી રાજ્યમાં છુટોછવાયો વરસાદ રહેશે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં 2 જુનથી વરસાદ ઘટશે

ઉત્તર ગુજરાત અને કચ્છમાં 2 જુનથી વરસાદ ઘણો ઘટી જશે. અમદાવાદમાં સામાન્ય અને છુટો છવાયો વરસાદ રહી શકે છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ હતી તેના કારણે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે હાલ સર્ક્યુલેશન સિસ્ટમ યુપી તરફ છે જે ગુજરાત તરફ છે એટલે વરસાદ છે.

જાણો કયા કયા વિસ્તારોમાં રહેશે વરસાદ

વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદ રહેવાની સંભાવના છે. તો જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, ભાવનગર, જૂનાગઢ, અમેરલીમા વરસાદ રહેશે, હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસાનો વધુ વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Leave a comment