આ હનુમાન દાદાનુ મંદિરમાં દર્શન કરવાથી તમારા બગડેલા કામ સારા કરી આપશે એવી માન્યતા છે. આ મંદિરની વિશેષતાઓ એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તક ના ટેકે આરૂઢ થયા છે. અહીં હનુમાનજીની પ્રતિમા ઉંધી છે. ભક્તો આ હનુમાનદાદાને ,ઉલટે હનુમાન, નામથી પણ ઓળખે છે
હનુમાનજી એટલે કળિયુગના પ્રસન્ન થનાર દેવ ગણાય છે. એ જ કારણ છે કે ભારતભરમાં પવનસુત હનુમાન અનેકવિધ સ્થાનકો વિધમાન છે. જેમાં ક્યાંક સિંદૂર સ્વરૂપે, ક્યાંક સ્વયંભૂ તરીકે, ક્યાંક ભવ્ય મૂર્તિ તરીકે અનેક રૂપે દર્શન દઈ રહ્યા છે. આજે અમારી વાત કરવી છે સૌથી અનોખા હનુમાન મંદિરની.
એવા હનુમાનજી છે કે સૌથી દુર્લભ પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમા કરતા એ અચરજ ભરેલી તો હનુમાનજીના બિરાજમાન થવાની સ્થિતિ છે. તમને નવાઈ લાગશે પણ ભારતમાં આવી પણ હનુમાનદાદાની મૂર્તિ છે. જ્યાં પવનસુત ઊંધા બિરાજમાન છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં સાવેર જગ્યાએ આવેલી છે. ઇન્દોર શહેરથી સાવેર ગામ લગભગ 30 km દૂર આવેલું છે.
અહીં આવેલું હનુમાન મંદિર લાખો હનુમાન ભક્તોની આસ્થા નું કેન્દ્ર બન્યું છે. આ સ્થાનક પાતાળ વિજય હનુમાન મંદિર નામે પ્રસિદ્ધ છે. મંદિરની આસ્થા એ છે કે અહીં અંજનીસુત તેમના મસ્તકના ટેકે આરૂડ થયા છે. એટલે કે હનુમાનજીની પ્રતિમા ઉંધી છે. સિંદૂર લગાવેલી આ હનુમાનજીની પ્રતિમા ખૂબ જ અનેરી લાગે છે.
હનુમાનજી કેમ ઊંધા છે તેનું કારણ આપણે અહીં જાણીશું. સાબીરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમા સ્થાપેલી છે. તેની સાથે એક અત્યંત રસપદ કથા જોડાયેલી છે. રામાયણ કારમાં અહીંરાવણ અને મહીરાવણને રામ લક્ષ્મણનું અપહરણ કરી લીધું. તેમને કેદ કરીને અસુરો પાતાળમાં લઈ ગયા હતા.
હનુમાનજીએ પાતાળ લોકમાં પ્રવેશ કરીને અહીં રાવણ અને મહિરાવળનો વધ કર્યો અને રામ લક્ષ્મણની ત્યાંથી છોડાવ્યા. લોકો કહે છે કે સાવેર જ એ સ્થાન છે કે જ્યાંથી હનુમાનજીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો. પાતાળમાં પ્રવેશ કરતી વખતે મુખ જમીન તરફ હતું અને પગ આકાશ તરફ હતા. બસ આ જ કારણ છે તેમની પ્રતિમા ઉંધી હોવાનું. એટલે જ ભક્તો ઉલટે હનુમાન સંબોધે છે.
આ ઉલ્ટા હનુમાનજી મંદિરમાં રામ, સીતા ,લક્ષ્મણ ની સાથે શિવ પાર્વતી ની મૂર્તિઓ પણ બિરાજમાન છે. અહીં કહેવાય છે કે સરંગ પાંચ શનિવાર કે મંગળવાર ભરવાથી હનુમાનજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. એટલે જ અહીં હનુમાનજીની પ્રતિમા ભલે ઉંધી હોય પણ તમારા દરેક કાર્ય સીધા પરિણામ પ્રાપ્ત કરે છે. દરેક ભક્તોના જીવનમાં ખુશીઓ ભરી દે છે. એકવાર બોલો જય શ્રી રામ..