મેષ રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કેરિયરમાં લાભના યોગ બની રહ્યા છે. વેપારી વર્ગ ના લોકો આવનાર સપ્તાહમાં ખૂબ જ ખુશ રહી શકે છે. અચાનક ધનપ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે વિવાદના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. સુંદરકાંડનો પાઠ કરવાથી ખૂબ જ શુભ રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને આવનારું સપ્તાહ કાર્યક્ષેત્રમાં મિશ્ર પરિણામ લઇને આવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં આવનાર સપ્તાહમાં પરેશાની અને મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં બીમારીમાં પૈસા ખર્ચ થઈ શકે છે. ઘર-પરિવારમાં વિવાદના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોએ નહાવાના પાણીમાં થોડી ખાંડ નાખીને નાહવાથી ખૂબ જ શુભ રહેશે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કેરીયર અને વ્યવસાયમાં તરક્કી ના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોને નોકરી-વ્યવસાયમાં વધારે મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. શેર-સટ્ટા ની બાબતમાં આર્થિક લાભ થઈ શકે છે. પારિવારિક જીવન આવનાર સપ્તાહમાં ખૂબ જ શુભ રહેશે. ધાર્મિક કાર્યો કરી શકો છો. આવનાર સપ્તાહમાં લીલા મગનું દાન કરો ખૂબ જ શુભ રહેશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહ તરક્કી લઈને આવી રહ્યું છે. સમય ખૂબ જ સારો રહેશે. આવક વૃદ્ધિના નવા સ્ત્રોત ઉભા કરી શકો છો. આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત રહેશે. ભૌતિક સુખમાં વધારો કરી શકો છો. ઘર-પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. આવનાર સપ્તાહમાં શિવ ચાલીસાનું પઠન કરો ખૂબ જ શુભ રહેશે.
સિંહ રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહ કેરિયર અને વ્યવસાયમાં ખૂબ જ શુભ રહેશે. કોઈ મોટી ઉપલબ્ધિ તમે પ્રાપ્ત કરી શકો છો. લાંબી મુસાફરી ના યોગ બની રહ્યા છે. આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત રહેશે. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. શેર માર્કેટ થી વધારાનો લાભ થઈ શકે છે. આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ ખૂબ જ શુભ રહેશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને આવનાર સમયમાં ઘરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કેરીયર અને વ્યવસાયમાં તરક્કી ના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન ખૂબ જ શુભ રહેશે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. માતા-પિતાનો પૂરતો સહયોગ મેળવી શકો છો. આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં ગાયત્રી મંત્રનું પઠન કરવું ખૂબ જ શુભ રહેશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. કેરિયરમાં સમય ખૂબ જ શુભ રહેશે. નોકરી અને વેપારમાં કોઈ શુભ સમાચાર મેળવી શકો છો. વધારાની આવક મેળવી શકો છો. આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત રહેશે. જીવનસાથી સાથે સમય ખૂબ જ મધુર રહેશે. આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ ખૂબ જ શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કાર્યક્ષેત્રમાં મહેનત માં વધારો કરવાની સલાહ આપવામાં આવે છે. આવનાર સત્તામાં આવક કરતાં ખર્ચ માં વધારો જોવા મળી શકે છે. પારિવારિક જીવન ખૂબ જ શુભ રહી શકે છે. વાહનથી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા ખૂબ જ શુભ રહેશે.
ધન રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કેરીયર અને વ્યવસાયમાં સમય ઠીક રહેશે. કોઈપણ વ્યક્તિની વાતોમાં આવીને નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે. નવા ધંધા વ્યવસાયની શરૂઆત કરી શકો છો. પરિવારમાં સમય ખૂબ જ રહેશે. સંતાન પક્ષ તરફથી અચાનક સારા સમાચાર મેળવી શકો છો. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં વિષ્ણુ ચાલીસાના પાઠ કરવા ખૂબ જ શુભ રહેશે.
મકર રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કેરીયર અને વ્યવસાયમાં લાભના યોગ બની રહ્યા છે. ઘણા સમયથી અટકેલા કાર્યો આવનાર સપ્તાહમાં તમે પૂર્ણ કરી શકો છો. પારિવારિક જીવન ખૂબ જ શુભ રહેશે. જીવનસાથી સાથે મધુર સંબંધ રહેશે. જૂની બીમારી પરેશાન કરી શકે છે. આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા ખૂબ જ શુભ રહેશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કેરીયર અને વ્યવસાયમાં મોટો લાભ થવાના યોગ છે. આવક માં વધારો જોવા મળી શકે છે. નોકરીયાત વર્ગના લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. બઢતી અને બદલી પણ આવનાર સપ્તાહમાં થઈ શકે છે. ઘર-પરિવારના લોકોનો પૂરતો સહયોગ મેળવી શકો છો. એકંદરે આ રાશિના જાતકોનો આવનાર સપ્તાહ ખૂબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં શનિ ચાલીસા નો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે.
મીન રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કેરીયર અને વ્યવસાયમાં તરક્કી ના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્ય નો પૂરતો સહયોગ મળી શકે છે. પારિવારિક જીવન ખૂબ જ શુભ રહેશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મેળવી શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. માતા-પિતાનું સ્વાસ્થ્ય મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં શિવ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે.