12 વર્ષ બાદ ગુરુ વક્રી થવાથી રચાશે ‘વિપરિત રાજયોગ’, આ 3 રાશિઓનો થશે ભાગ્યોદય

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમયે-સમયે ગોચર કરીને શુભ અને અશુભ યોગ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયાની ઉપર જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, ગુરુ ગ્રહ વક્રી થવા જઇ રહ્યાં છે, જેનાથી વિપરિત રાજયોગનું નિર્માણ થશે.

સાથે જ આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ રાજયોગના પ્રભાવથી ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ બનશે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. ચાલો જાણીએ કે આ લકી રાશિઓ કઇ છે…

મીન રાશિ

વિપરિત રાજયોગ બનવાથી મીન રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઇ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિના ધન ભાવ પર વક્રી થવા જઇ રહ્યાં છે. તેથી આ સમયે તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ પ્રગતિના નવા અવસર આવશે જે તમને આર્થિક ઉન્નતિ પ્રદાન કરી શકે છે. તેવામાં તમને ફસાયેલુ ધન પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ ગુરુ ગ્રહના આ ભાવમાં ગોટર કરવાથી વેપારીઓને ધનલાભ થઇ શકે છે. તેવામાં વાણીમાં પ્રભાવ વધશે, જેનાથી લોકો ઇમ્પ્રેસ થશે. પરંતુ આ સમયે તમારા પર સાડાસાતી ચાલી રહી છે. તેથી તમારે સ્વાસ્થ્યનું થોડુ ધ્યાન રાખવુ પડશે.

સિંહ રાશિ

વિપરિત રાજયોગ બનવાથી તમને કિસ્મતનો સાથ મળી શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં વક્રી થવા જઇ રહ્યાં છો. તેથી આ સમયે તમને કિસ્મતનો સાથ મળી શકે છે. સાથે જ ઇચ્છાઓની પૂર્તિ થઇ શકે છે. આ સમયે તમે ધર્મ-કર્મના કાર્યોમાં રસ લઇ શકો છો. સાથે જ ઘરમાં કોઇ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમ થઇ શકે છે. આ સમયે વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે વિદેશ જઇ શકે છે. તેવામાં નોકરીની તૈયારીઓમાં લાગેલા છો તો મહેનતમાં કમી ન આવવા દો. તેનાથી તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે.

કુંભ રાશિ

વિપરિત રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોને આવક અને લાભની દ્રષ્ટિએ શુભ સાબિત થઇ શકે છે, કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિમાં ઇનકમ ભાવમાં વક્રી થવા જઇ રહ્યાં છે. તેથી આ સમયે તમારી ઇનકમમાં વધારો થઇ શકે છે.

સાથે જ આર્થિક દ્રષ્ટિએ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. પરિવારની આવકમાં વધારો થશે. તેવામાં આ સમયમાં તમને જૂના રોકાણમાં લાભ થશે. બિઝનેસમાં આ સમયે કોઇ મોટી ડીલ થઇ શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ થઇ શકે છે

Leave a Comment