17 ઓગસ્ટ ગુરુવાર આજનું રાશિફળ આજે આ 5 રાશિઓના ભાગ્ય ખુલશે

મેષ રાશિ 

આજનો દિવસ તમને સફળતા અપાવાશે.પરંતુ તેના માટે તમારે પરિવારમાં કોઈની જોડે વાદ વિવાદ કરવો નહીં.આજે તમે તમારા પિતાની સાથે કોઈ મહત્વના મુદ્દે ચર્ચા થઈ શકે છે.આજે તમને કોઈ નવી નોકરી મળી શકે છે.આજે તમે કોઈપણ કામ પૂર્ણ કરી શકો છો.તમારે હનુમાજીની પૂજા કરવી લાડુનો પ્રસાદ કરવો.

વૃષભ રાશિ 

આજે તમારે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.જીવનસાથી પર ભરોસો કરવો અમે થોડી જવાબદારી તેમને પણ આપવી એટલે તમને માનસિક શાંતિ મળે તેમજ તણાવ પણ ઓછો રહે.આર્થિક બાબતે થોડા ખર્ચા ઓછા કરવા.વ્યવસાયિક ધોરણે કરવામા આવેલ પ્રવાસ સફળ નીવડશે.

મિથુન રાશિ 

આજનો દિવસ તમારે માટે મધ્યમરૂપથી ફળ આપશે.તમે આજે તમારું પારિવારિક કામ પૂર્ણ કરશો.આજે તમને કોઈ મિત્રની મદદ મળી શકે છે.તમારે સામાજિક કાર્યમાં સમય પસાર થશે પરંતુ તેનું ફળ ભવિષ્યમાં મળશે. તમારે કોઇ અજાણ્યા પર એકદમ ભરોસો કરવો નહીં.કોઈ ધંધાકીય ડિલ કરતા હોય તો વડીલોની સલાહ જરૂર લેવી.આવકના નવા સ્ત્રોત ખુલે.

કર્ક રાશિ 

બીજા બધા દિવસો કરતા આજનો દિવસ કઈક વિશેષ ફળદાયી છે જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે.આજે સવારથી જ તમને એક પછી એક શુભ સમાચાર મળશે.ભાઈ બહેન તરફથી સહયોગ મળશે. સાસરી પક્ષમાંથી તમને કોઈ ધન મળશે. બાળકોના ભવિષ્યની ચિંતા રહે. બહાર જવાનું થાય તો સતર્ક રહેવુ.

સિંહ રાશિ 

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઇને આવશે.આજે તમે જે મિત્રની લાંબા સમયથી રાહ જોઇ રહયા છો તેની મુલાકાત થતા મન ખુશ રહે.તમારી તબિયત સાચવવી.આજે  તમારે તમારા વિરોધીઓથી બચીને રહેવું નહિ તો તમારા થયેલા કામ બગાડી શકે.

કન્યા રાશિ 

આજે તમારા પ્રભાવ અમે પ્રતાપમાં વૃદ્ધિ થશે.આજે તમને ઘણા લાંબા સમયથી અટકેલુ ધન મળે તેથી તમારી સંપત્તિમાં વધારો થાય.આજે તમારા ખોટા ખર્ચા પર લગામ લગાવવી.તમારે કોઈને માન વગર વાત કરવી નહીં બીજા જોડે માનથી વાત કરવી.આજે વાદ વિવાદમાં પડવું નહિ.માતા પિતાના આશીર્વાદ લેવા.કુળદેવીની પૂજા કરવી. શિવલિંગ પર દૂધ ચઢાવવું.

તુલા રાશિ 

આજે તમારે કામકાજ વધુ હોવાથી ભાગદોડ રહે.લગ્નજીવનમાં તાણવના કારણે પરેશાન રહો.આજે વ્યાપારમાં વધુ નફો થશે તેથી તમે પ્રસન્ન રહેશો.પરિવારમાં કોઈની તબિયત બગડતા તમારે પરેશાન થવું પડે અને પૈસાની જરૂર પડે.ખાવા પીવામાં ધ્યાન આપવું.

વૃશ્ચિક રાશિ 

આજનો દિવસ તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ કરશે.આજે તમારે કામ માટે બીજા પર વિશ્વાસ રાખવો નહિ.આત્મવિશ્વાથી કોઈપણ કામ તમે પર પાડી શકશો.તમારે કોઈ સંપત્તિ બાબતે વિવાદ ચાલી રહેલો છે તો આજે તમને જીત મળશે.સાંજના સમયે તમારે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું થાય.

ધન રાશિ 

આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામ લઈને આવશે.આજે તમને કોઈ શુભ સમાચાર મળશે જેના કારણે તમારું માન અને સન્માન વધશે.જો તમે કોઈ યાત્રા પર જવાનું વિચારી રહયા છો તો થોડા સમય માટે રોકી દો કેમ કે વાહનમાં ખરાબી થઈ શકે છે.

મકર રાશિ 

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. ઘણા બધા સમયથી તમે જેની આશા રાખતા હતા તે વસ્તુ આજે તમને પ્રાપ્ત થશે. માતા પિતાને વંદન કરવા.આજે તમારે નાની યાત્રા પર જવાનું થઈ શકે એમ છે.સંતાનોની તબિયતને કારણે થોડી ચિંતા રહે.તમારે કોઈને ધન આપવું નહિ.મધુર વાણી બોલાવી.

કુંભ રાશિ 

આજના દિવસ તમારે માટે ઉત્તમ છે.વિવાહ યોગ્ય જાતકો માટે આજે કોઈ શુભ વાત આવી શકે છે.આજે તમારી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિમા ભાગ લેવાનો થાય. બહારનું ખાવું નહિ.જો તમને કોઈ જૂની બીમારી છે તો અવશ્ય ડોક્ટરની સલાહ લેવી.

મીન રાશિ 

આજે તમે સામાજિક કામ કરેલું છે તેનું ફળ મળશે. તમારે કોઈની મદદ લેવી નહીં જો લેશો તો ભવિષ્યમાં તમારો દુરુપયોગ થાય.નોકરીના સ્થળે તમારી મધુર વાણી તમને માન અપાવશે.તમારા ભાઈ જોડે કોઈ લેવડદેવડ હોય તો પુરી કરવી. તમારું કામકાજ વધુ રહેશે જેથી સાંજના સમયે માથાનો દુખાવો રહે.

 

 

 

Leave a Comment