18 ઓગસ્ટ શુક્રવાર જાણો આજનો દિવસ કેવો રહેશે તમારા માટે

મેષ

આજનો દિવસ તમારા માટે મધ્યમરૂપથી ફળદાયી રહેશે.આજે તમારે કોઈ કામ પુરા કરવા માટે મિત્રની મદદ લેવી પડશે.પરિવાર સાથે ચર્ચા કરી ભવિષ્યની લેટલીક યોજનાઓ નક્કી કરશો.લગ્નજીવનમાં કોઈ અવરોધ આવેલો છે તો આજના દિવસે તેમાં નિરાકરણ આવી જશે. સામાજિક તેમજ ધાર્મિક કામમાં ભાગ લેવાનું થાય.ગમે તે વ્યક્તિને તમારી અંગત માહિતી કે વાત કરવી નહીં. તમારા વિરોધીઓથી સતર્ક રહેવું.

વૃષભ

આજના દિવસે તમારા માન અને સન્માનમાં વધારો થશે.આજે તમારે કોઈ ખર્ચ કરતા પહેલા બચત અંગે વિચાર કરવો જોઈએ કેમ કે જો બચત મહીં કરો તો ભવિષ્યમાં આર્થીક મુશ્કેલી આવી શકે છે.નોકરી ધંધા વ્યવસાય માટે આજનો દિવસ બિલકુલ યોગ્ય છે.વાણીની મધુરતા રાખવી તેમજ ગુસ્સાને કાબુ રાખવો.

મિથુન

આજના દિવસે તમારે પોતાના વ્યવસાયમા સાવધાની રાખવી પડશે જો કોઈ ધન બાબતે જોખમ લેવાનું થાય તો તમારે વિચારપૂર્વક નિર્ણય લેવો કેમ કે ધન પરત ન પણ આવી શકે.આજનો દિવસ ગરીબોની સેવામાં પસાર થશે જેનાથી તમને માનસિક શાંતિ પણ મળશે.સંતાનોના ભવિષ્યથી જોડાયેલી બાબતે તમને સારા સમાચાર મળશે.સામાજિક કામકાજ કરવાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે.

કર્ક

આજનો દિવસ તમારા માટે સુખ અને શાંતિથી ભરેલો રહે.તમારા જીવનસાથી આજકાલ વ્યસ્ત ચાલી રહયા છે તો હવે તે કામ સમાપ્ત કરી સમય લઈ શકે છે.ઘર પરિવારમા કોઈ સમસ્યા ચાલી રહી છે તો સફળતાપૂર્વક તેનું હલ આવી જશે.દિવસનો થોડો ભાગ માતા પિતાની સેવામાં પસાર થશે.કાર્યક્ષેત્રમાં આજે તમને ઉપરી અધિકારીથી તમને શાબાશી મળશે તેમજ પડોન્નતીના સમાચાર પણ મળશે.

સિંહ

આજનો દિવસ તમારા માટે ખુશીથી ભરેલો છે.આજે તમે જે કામ કરો તે કામ મન લગાવીને કરો તેમાં તમને સફળતા મળશે.કામ કરવામાં ઉતાવળ કરવી નહીં નહીતો તમારી ઇચ્છા મુજબનું પરિણામ નહિ મળે.આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે.ખાવા પીવાનું ધ્યાન આપવું.તબિયત સાચવવી પડશે. સાંજના સમયે ધાર્મિક કાર્યક્રમમા જવાનું થશે.

કન્યા

આજનો દિવસ તમારા માટે ધારણા મુજબના પરિણામ આપશે. આજે તમે શેર બજાર કે લોટરી વગેરેમાં રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને મોટો ફાયદો થશે.ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા તમને વધુ થયા કરે.કાર્યક્ષેત્રમાં તમે આજે કોઈ વડીલની મદદ લઇ શકો છો.વ્યવસાયમાં લાભ થશે.

તુલા

રાજનીતિક ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે સારો દિવસ રહેશે.તેમને કોઈ મોટું કામ સોંપવામાં આવશે જે કામ તે પૂરું કરશે અને સફળતા મેળવશે.તમે આજે પરિવાર માટે સમય કાઢવા વિચારશો પણ સમય આપી શકશો નહિ.આજે તમારે વાણીમાં સંયમ રાખવો ગુસ્સો કરવો નહીં.તમારી લોકપ્રિયતા વધશે.

વૃશ્ચિક

આજના દિવસે તમે તણાવમુક્ત રહેશો.આજે તમે નવી વ્યવસાય કરશો પરંતુ તમારે તમારા ભાઈ બહેનની સલાહ લેવી જોઈએ.તમારા સાચવેલા સંબંધોથી તમારું કામ થશે.તમારા અત્યાર સુધી બાકી રહેલા કામ છે તે પુરા કરી લેવાના  નહિ તો તમારે ભવિષ્યમાં મુશ્કેલી પડશે.આજે તમે કોઈની જોડેથી ઉધાર માંગશો તો ઝડપથી મળી જશે.

ધન

આજનો દિવસ તમને મિશ્ર ફળ આપનાર છે. આજે તમે કોઈ નાની કે મોટી યાત્રા પર જઈ શકો છો.આજે તમારે બીજા માણસો સાથે સંબંધો સાચવીને ચાલવું.આવક કરતા જાવક વધુ રહે.સંતાનો તરફથી આજે તમને કોઈ શુભ સમાચાર મળશે.ખર્ચ કરતા પહેલા તમારે વિચાર કરવો.

મકર

આજનો દિવસ તમને પ્રભાવ અને પ્રતાપ પ્રાપ્ત કરાવશે.તમે ભાગેદારીમાં જો કોઈ વ્યવસાય વિચારી રહયા છો તો તમારે માટે ઉત્તમ સમય છે.આજે તમે કોઈ જૂની મિલકત ઘર કે દુકાન વગેરે વેચવાનું વિચારી શકો છો.તમારે કોઈ કરજ હશે તો તેને તમે પૂર્ણ કરી લેશો.માતા પિતાની સેવા કરવી.

કુંભ

આજે તમે આવક મેળવવા વ્યવસાયમા નવી યોજનાઓ વિચારી રહયા છો તે અજમાવો વધુ લાભ મળશે.સામાજિક અને ધાર્મિક કામથી તમને વધુ ફાયદો મળશે.વિધાર્થી વર્ગ માટે સારો સમય છે પરંતુ મહેનત વધુ કરવી પડશે.ખાવા પીવામાં વધુ ધ્યાન આપવું.

મીન

આજે તમે તમારી રોજગારી વધારવા માટે વધુ મહેતન કરશો.આજે તમને એવા અવસર મળશે કે જેને તમારે ઓળખી લેવા પડશે.આજે તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો.આજે તમને ખોવાયેલું ધન પાછું મળી શકે છે. ઉધાર આપેલા નાણાં પાછા આવી શકે છે.

Leave a comment