18 થી 24 સપ્ટેમ્બર સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે તમારા માટે આ અઠવાડિયું

મેષ રાશિ

આ રાશિના જાતકોને નોકરીમાં પરિવર્તન કે પ્રમોશનનાં યોગ બની શકે છે. તમે કોઇ ધાર્મિક કાર્યમાં સહભાગી થવાના અવસર બની શકે છે. આ અઠવાડીયે તમારા કામકાજના વખાણ થશે અને તમારા ઉપરી અધિકારી ખુશ થઇ શકે છે.

પ્રેમ સબંધ માટે આ અઠવાડીયું તમારા માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. તમારા દિનચર્ચાનું ધ્યાન રાખો.

વૃષભ રાશિ

આ રાશિના લોકોને આ અઠવાડીયે ધાર્મિક યાત્રા પર જવાના યોગ બને છે. તમારા કાર્ય અને વ્યવસાયમાં આ અઠવાડીયે અડચણો આવી શકે છે. નોકરીવાળા લોકોને આગળ વધવાના ખૂબ સારો અવસર મળી શકે છે.

આ અઠવાડીયે તમે કોઇ નવું કાર્ય કે નવો વ્યવસાય શરૂ કરી શકો છો. દાંપત્ય જીવન સુખી રહેશે. તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મિથુન રાશિ

આ રાશિના લોકો માટે આ અઠવાડીયું ધન અને ઐશ્વર્ય આપવાવાળુ રહેશે. વ્યાપારમાં સારો ધન લાભ થવાની સંભાવના છે. આ અઠવાડીયે તમે પરિવાર સાથે યાત્રા પર જઇ શકો છો. તમારું અટકેલું ધન પાછું મળી શકે છે. દાંપત્ય જીવનમાં જીવનસાથી વિશેની કોઇક ચિંતા હેરાન કરી શકે છે.

કર્ક રાશિ

અઠવાડીયાની શરૂઆત આ રાશિના લોકોને નોકરીમાં ખૂબ જ શુભ સમાચાર મળી શકે છે. તમને વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ થશે. પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓને કોઇ સારા સમાચાર મળી શકે છે.

આ અઠવાડીયાના મધ્યમાં તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો પ્રિયજન સાથે તમારો વિવાદ થવાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં મીઠાસ રહેશે અને તમને તમારા જીવનસાથીનો પૂરેપૂરો સાથ મળશે.

સિંહ રાશિ

આ રાશિના લોકો માટે આ અઠવાડીયું ખૂબ જ લકી સાબિત થશે. આ અઠવાડીયે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને ઇચ્છા મુજબ સફળતા મળી શકે છે. અઠવાડિયાના મધ્યમાં વ્યવસાયમાં વિશેષ પ્રગતિ થઇ શકે છે.

તમને ધાર્મિક-સામાજીક ગતિવિધિયોમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે. તમારે સ્વાસ્થ્ય પ્રતિ સાવચેતી રાખવાની જરૂર છે, નહીં તો મુશ્કેલી આવી શકે છે. દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહેશે.

કન્યા રાશિ

આ અઠવાડીયે આ રાશિના લોકોને અટકેલું ધન પાછુ મળી શકે છે. તમને નોકરીમાં પ્રગતિ મળી શકે છે. આ અઠવાડીયે તમે ક્યાંક યાત્રા પર જઇ શકો છો. વ્યવસાયમાં કોઇ ધનનું રોકાણ કરતા પહેલા કોઇ વિશેષજ્ઞની સલાહ લેવી જોઇએ. પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.

તુલા રાશિ

આ અઠવાડીયે આ રાશિના લોકોને નોકરી ને લઇને થોડા તણાવમાં રહી શકો છો. તમારા ઘરમાં કોઇ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન થવાની સંભાવના છે. માર્કેટીંગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. તમે ધંધા માટે કરેલી યાત્રા સુખદ અને લાભદાયી સાબિત થશે. જીવનસાથી સાથે હસી-ખુશી નો સમય વિતાવવાની તક મળશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોને આ અઠવાડીયે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સફલતા પ્રાપ્ત થશે. તમે કોઇ નવી વ્યવસાયિક યોજના નક્કી કરી શકો છો. નોકરીવાળા લોકોની આવકમાં વધારાના સ્ત્રોત બનશે.

આ અઠવાડીયે નોકરીવાળા લોકોને અમુક નવી જવાબદારી મળી શકે છે. દાંપત્ય જીવન સુખી રહેશે. આ અઠવાદીયે તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ધનુ રાશિ

આ રાશિના લોકોને આ અઠવાડીયે વ્યાપારમાં ધનની પ્રાપ્તિ થવાની સંભાવના છે. તમેન નોકરીને લઇને તણાવ થઇ શકે છે. અઠવાડીયા ઉત્તરાર્ધમાં તમને કાર્યક્ષેત્ર કે સમાજમાં મોટી જવાબદારી મળી શકે છે.

અઠવાડીયા અંતમાં પરિવાર સાથે કોઇ યાત્રા પર જવાના યોગ બને છે. જીવનસાથીની કોઇ વાતને લઇને મનમુટાવ થવાની સંભાવના છે.તે માટે એક બીજાની ભાવનાઓની કદર કરો.

મકર રાશિ

આ રાશિના જાતકોને આ અઠવાડીયે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. બૈંકિંગ, આઇટી અને ટીચિંગમાં નોકરી કરતા લોકો માટે આ અઠવાડીયુ અનુકૂળ રહેશે. આ અઠવાડીયે તમારુ સાધન સાચવીને ચલાવો નહીતર તમેન વાગી શકે છે.

અઠવાડીયાની શરૂઆતમાં કોઇ વાતને લઇને જીવનસાથી સાથે થયેલો વિવાદ તમારા તણાવનું કારણ બની શકે છે. તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે આ અઠવાડીયું મિશ્ર રહેશે. જે લોકો રાજનીતિ માં સક્રિય છે તે લોકોને પોલિટિક્સમાં સફળતા મળી શકે છે. આ અઠવાડીયે કરિયર અને કારોબાર ની બાબતમાં કરેલી યાત્રા સુખદ અને લાભદાયી સાબિત થશે. આ અઠવાડીયે લેન-દેનમાં ખૂબ જ સાવધાની રાખો. નહી તો નુકસાન થવાની સંભાવના છે. દાંપત્ય જીવન સુખી રહેશે.

મીન રાશિ

આ અઠવાડીયું આ રાશિના લોકોને સંતાન પક્ષ તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. તમે ધનની લેન-દેનમાં સાવચેતી રાખો. આ અઠવાડીયામાં તમે કોઇ નવું સાધન કે અન્ય કોઇ વસ્તુ ખરીદી શકો છો. દાંપત્ય જીવનમાં મીઠાસ રહેશે. પરિવારના કોઇ પ્રિય સભ્યના આવવાથી ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

 

Leave a comment