મેષ
આજે તમારે પોતાના ઉપર ધ્યાન આપવા જેવું છે.આજે તમે પરિવારના સભ્યો જોડે ફરવા જઈ શકો છો.આકે તમારે ખાવા પીવાની બાબતે વધુ ધ્યાન રાખવું નહિ તો તમે બીમારીઓની ચપેટમાં આવી શકો છો.આજે તમારે વિરોધીઓથી બચીને રહેવું.
વૃષભ
આજનો દિવસ તમારા માટે શુભ ફળ આપશે.આજે આખા દિવસ દરમિયાન તમને સારા સમાચાર મળશે જેથી તમારું મન ખુશ રહેશે.આજે તમે કોઈપણ કાર્ય પૂરું કરી શકો છો.વ્યાપરી વર્ગને ધંધામાં લાભ થશે.કોઈપણ વ્યક્તિ પર ભરોસો કરવો નહીં કેમ કે તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.
મિથુન
આજે તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.આજે તમારે બીજાને સલાહ આપતા પહેલા સો વાર વિચારી લેવું કેમ કે ખોટું થશે તો બોલાચાલી થઈ શકે છે એટલા માટે સલાહ કે બીજાની વાતમાં પડવું નહિ.આજે તમારે કોઈ કાર્યક્રમમાં જવાનું થઈ શકે તેમ છે ત્યાં તમે નજીકના વ્યક્તિ જોડે મહત્વની મુલાકાત કરશો જેથી તમારું મન આનંદિત થશે.
કર્ક
આજનો દિવસ મધ્યમ રહેશે.આજે જે લોકો જમીન દુકાન મકાન વગેરે ખરીદી કરવા માટે તૈયાર છે તો સમય યોગ્ય છે અહીં રોકાણ કરવાથી લાભ સારો મળશે.કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હતી તો આજે સમાપ્ત થઈ જશે.ઘર પરિવારમાં કોઈ સમસ્યા આવશે તો લોકો તમને સાથ સહકાર આપશે.
સિંહ
આજે તમે કામકાજથી ભારે વ્યસ્ત રહેશો.તમારા બાકી રહી ગયેલા કામ તમે આજે પુરા કરવામાં ભાગદોડ કરશો જેથી તમેં બાળકોને સમય આપી શકશો નહિ.આજે તમને અચાનક મહત્વના સમાચાર મળશે.આકે ઓફિસમા તમને એવી જવાબદારી મળશે કે જેથી તમારે અન્યની મદદ લેવી પડે.
કન્યા
આજનો દિવસ તમારે માટે મધ્યમ રહેશે.આજે લગ્નજીવનમાં સંબંધો વધુ મજબૂત થશે.આજે તમારે સારી આવક થશે અને આવક માટે નવા સ્ત્રોત પણ મળશે.આજે તમે કોઈ નવું કાર્ય કરવાની તૈયારી કરી છે તો બરાબર તપાસ કરી લો જેથી તમને નુકશાન ન થાય.
તુલા
આજનો દિવસ તમને દરેક બાબતે શુભ પરિણામ આપશે.આજે તમારે સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખવી કેટલીક જૂની બીમારીઓ પરેશાન કરી શકે છે.તમારે કોઈની જોડે પૈસાની લેવદેવડ કરવિ નહિ.આજે તમારી બિઝનેસ બાબતે કોઈ મિટિંગ થશે જે તમને ભવિષ્યમાં ફળદાયી બનશે.સંતાનો તરફથી સારા સમાચાર મળશે.
વૃશ્ચિક
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે.આજે તમારું સામાજિક રીતે સન્માન થઈ શકે છે.આજે તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે વિચારી રહ્યા છો તો જીવનસાથી જોડે ચર્ચા કરવી.નોકરી કરતા લોકોને પગાર વધારો થઈ શકે છે.આજે ઓફિસમાં તમને વધુ જવાબદારી મળી શકે છે.સાંજનો સમય તમારે ખુજ મોજમસ્તીમાં પસાર થશે.માતા પિતાના આશીર્વાદ લેવા.
ધન
આજનો દિવસ તમને ઉત્તમ ફળ આપશે.વિદ્યાર્થી વર્ગ આજે અભ્યસમાં ધ્યાન આપશે.આજે તમને ઘરમાં કોઈ સભ્યની બીમારી પરેશાન કરી શકે છે.આજે તમારે પ્રગતિ જોઈને તમારા વિરોધી તમને પરેશાન કરવાની યોજના બનાવશે.તમારે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે તો ખૂબ જ યોગ્ય સમય છે.
મકર
આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે.નોકરી કરતા લોકોને સાથી મહિલા કર્મચારીઓથી બચવું કેમ કે થયેલા કામ બગાડી શકે છે.આજે તમારે કોઈની સાથે વાદ વિવાદ થાય તો વાણી પર કાબુ રાખવો.વધી રહેલા ખર્ચા પર વધુ ધ્યાન આપવાની જરૂર.ભવિષ્ય માટે થોડી બચત કરવાની જરૂર છે.
કુંભ
આજનો દિવસ શુભ છે.નોકરી કરતા લોકોને જો સાથી કર્મચારીઓ જોડે વિવાદ થશે તો તમારી જીત થશે પરંતુ વિવાદ ન થાય તેનું ધ્યાન આપવું.તમારે અગાઉથી ન્યાયાલાયમાં વિવાદ છે જમીન કે સંપત્તિનો તો તમારા પક્ષમાં નિર્ણય આવશે.વિવાહ કરવા યોગ્ય હોય તેમને આજે કોઈ શુભ સમાચાર મળશે.
મીન
આજનો દિવસ ખુશીઓથી ભરેલો છે.તમે આજે જે કાર્ય કરો તેમાં માતા પિતાની સલાહ લઈને કરવું સફળતા મળી જશે.આજે તમારે બેન્ક કે કોઈ સંસ્થા જોડેથી લોન લેવાની છે તો આજે તમને ઝડપી મળી જશે.પરિવારમાં ખુશી રહેશે.તમારે રસ્તા પર વાહન ચલાવતા બેદરકારી રાખવી નહીં.