20 સપ્ટેમ્બર બુધવાર આજનું રાશિફળ આજે આ 6 રાશિઓ કરશે મોજ ધારેલું કામ થઈ જશે પૂરું

મેષ

આજનો દિવસ અનુકૂળ રહેશે.આજે તમને પરિવારના લોકોનો સાથ મળશે જેથી તમે ખુશ રહેશો.માતા પાસેથી સુખ અને ધનલાભ બંને મળશે.કામકાજ માટે દિવસ યોગ્ય છે.સરકારી નોકરી કરતા લોકોને બદલી થઈ શકે છે.સ્વાસ્થ્ય તમને આજે પરેશાન કરી શકે છે.લગ્નજીવનમાં ખુશી રહે.સંતાનો તરફથી શુભ સમાચાર મળે.

વૃષભ

આજે તમારે યાત્રા પર જવાનું થઈ શકે છે.ઓફિસના કોઈ કામ માટે શહેરથી બહાર જવાનું થઈ શકે છે.આજે અચાનક કોઈ સંબંધીને મળવાનું થઈ શકે છે.મન પ્રફુલ્લિત રહે.તમારું મન ધાર્મિક અને સામાજિક કામ કરવા પ્રેરાય. લવમેટ એકબીજા સાથે હળવી પળો માણશો.

મિથુન

આજે તમને ધનલાભ થશે. લાંબા સમય સુધી રહે તેવો ફાયદો થશે.ધંધા માટે આજે તમે સારી યોજના બનાવી શકશો. અવિવાહિત લોકોને વિવાહ નક્કી થઈ શકે છે.આજે તમને મુશ્કેલી આવે પણ તમે બુધ્ધિ પૂર્વક કરી લેશો. મિત્રો અમે પરિવારના લોકોથી સહયોગ મળશે. બેરોજગાર લોકોને પણ રોજગાર મળશે.

કર્ક

આજે તમારે પૈસાની બાબતે કોઈપણ વ્યક્તિ પર ભરોસો કરવો નહીં.પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. સામાજિક કાર્ય કરવાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે.તમારે બિનજરૂરી વિવાદમાં પડવું નહિ.નવા કામ કરવા માટે આજનો દિવસ શુભ છે.તમને તમારા કામમાં આજે તો વડીલો પણ મદદ કરશે. સામાજિક પ્રસંગમાં જવાનું થશે.

સિંહ

આજનોં દિવસ તમને અનુકૂળ છે. કામનું આયોનન કરીને તમે યોગ્ય રીતે પૂર્ણ કરશો. વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તમ દિવસ છે.પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે.જે લોકો વિવાહિત છે તેમને માટે લગ્નજીવનમાં સમસ્યાઓ બની શકે છે. ઓફીસ તરફથી આજે તમને ખુશખબરી મળશે. સ્વાસ્થ્ય સારું રહેવાથી તમારું મનોબળ વધુ રહે.

કન્યા

આજે તમને ભાગ્યનો સાથ મળે.સમયસર કામ પૂરું કરી લેવું.આજે તમે જે કામ કરશો તેમાં લોકોનો સાથ મળશે.ઘરમાં કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યનું આયોજન થઈ શકે છે. તમારી ઈમાનદારી ઓફિસમાં તમારા ઉપરી અધિકારીને પ્રભાવિત કરશે. જીવનસાથી તમને કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. વ્યવસાયમા પ્રગતિ થાય.

તુલા

આકે તમારા લાંબા સમયથી બાકી રહેલા કામ પુરા થશે.સામુહિક અને સામાજિક કામ માટે દિવસ સારો છે.આજે તમે પ્રફુલ્લિત રહો. પરિવારના બધા જ કામ આજે તમે પુરા કરી લેશો. દોસ્તોની સાથે તમે આજે રોકાણ કરવાની યોજના બનાવજ શકો છો. ઉધાર આપેલા નાણાં આજે પરત મળી શકે છે.વ્યવસાયમાં આજે તમે લીધેલા નિર્ણય તમને લાભ અપાવશે.

વૃશ્ચિક

આજે પરિવારમા ખુશી રહે.આર્થિક રીતે આજનો દિવસ સારો છે તેમજ તમે નવીન સોદો કરશો તેમાં લાભ મળશે.પરિવાર અને મિત્રોનો સાથ મળશે.તમને તમારી કોઈ જૂની સંપત્તિ અચાનક મળશે.આજે તમે નાના બાળકોને ભેટ આપજો. ઓફિસમાં તમને સાથ મળશે.તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

ધન

આજનો દિવસ ખૂબ જ સરસ છે તમારે માટે.આર્થિક રીતે સારી આવક થાય.આજે કરેલું રોકાણ તમને નફો કરાવશે. પ્રેમ સંબંધમાં અંતરંગમા વધારો થશે પ્રિય જોડે સમય પસાર કરશો.સંતાનોનું સુખ મળે. કામ આજે ઓછું થાય પરિવારની જવાબદારી વધુ રહે.વિધાર્થીઓ માટે સારો સમય ભણવામાં મન લાગશે.

મકર

આજના દિવસની શરૂઆત થોડી કઠીણાઈ ભરેલી રહે.ઓફિસના કામનું ભારણ વધુ રહે.આજે કામનું આયોજન સારું કરવું નહીં તો મુશ્કેલીઓ આવશે. જીવનસાથીની જોડે ચર્ચા કરીને થોડી જવાબદારી આપવી.આજે તમારે ગુસ્સો કરવો નહીં વાણીમાં મધુરતા રાખવી.હનુમાજીની પૂજા કરવી.

કુંભ

આજે તમેં મજબૂતી અને ધૈર્ય રાખીને કામ કરશો.આજે તમે પૈસાના વિશે વધુ વિચારશો.તમે નવું કામ કરવાનું વિચારી રહયા છો તો તમને કામ મળશે. કામકાજ વધુ રહે પરંતુ તમારા આયોજનથી બધું સારું થશે. આગળ વધવા માટે તમારે નવું શીખવું પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન આપવું.

મીન

આજે તમને કોઈ શુભ સમાચાર મળશે.તમારા વિરોધીઓ તમને નુકશાન કરી શકે છે જેથી તમારે સાવધાન રહેવું.નવું લક્ષ્ય બનાવી આજે જ કોશિશ કરો.પૈસા બાબતે આજે બદલાવ આવી શકે છે. જીવનસાથી તમારા કામથી ખુશ રહે. સબઅસ્થય6બાબતે વધુ ધ્યાન આપવું. ઘર જમીન દુકાન વગેરેની ખરીદી કરી શકો છો.

 

 

 

Leave a comment