21 થી 27 ઓગષ્ટ સાપ્તાહિક રાશિફળ જાણો આ સપ્તાહ કેવો રહેશે રહેશે તમારા માટે

મેષ રાશિ- અ લ ઈ

મેષ રાશિના લોકો માટે આ અઠવાડીયું ખૂબ જ શુભ રહેશે.જો તમે થોડા સમયથી કોઇ બિમારી કે કોઇ બીજા દુ:ખ થી પીડિત હોય તો તમને આ અઠવાડીયે આરામ મળી જશે.તમારા કાર્યમાં આવતી અડચણો દૂર કરવા તમારા સાથી મિત્રો મદદ કરી શકે છે.જે કોઇ વિદ્યાર્થી પરીક્ષા-પ્રતિયોગીતા વિશે તૈયારી કરી રહ્યા છે તેમને આ અઠવાડીયે કોઇક મોટા સારા સમાચાર મળી શકે છે.આ ઉપરાંત આ રાશિના લોકો ધંધા સબંધિત કામ માટે કરેલી યાત્રા તમારી ઇચ્છા મુજબ સફળતા અને લાભ મેળવવા માટે સાબિત થઇ શકે છે.

જો આ રાશિના લોકોના પૈસા કોઇ બજાર અથવા કોઇ યોજના વગેરેમાં અટકેલા છે તો તે બહાર આવી શકે છે અને તમને પાછા મળી શકે છે.આ અઠવાડીયે તમે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે યાત્રા કરવા જઇ શકો છો.આ સમય દરમિયાન યુવાનોનો સમય મોજ મસ્તીમં ગુજરશે.આ અઠવાડીયું તમારા પ્રેમ સબંધિત નજરમાં ખૂબ જ અનૂકુળ રહેશે.તમે તમારા પ્રેમી સાથી સાથે ખુશીનો સમય વિતાવી શકો છો.આ રાશિના લોકોનું લગ્નજીવન ખૂબ જ સુખીમય બની રહેશે.

વૃષભ રાશિ- બ વ ઉ

વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડીયું સૌભાગ્ય પૂરેપૂરો સાથ આપી શકે છે.અઠવાડીયાની શરૂઆતમાં જ આ રાશિના લોકોને તેમના કરિયર સબંધિત મોટી સફળતા હાથ લાગી શકે છે.આના કારણે ઘરમાં ખુશીઓ બની રહેશે.આ સમય દરમિયાન ધાર્મિક-માંગલિક કાર્યક્રમ પૂરા થશે અને તમારૂ મન આ બધા કાર્યોમાં લાગશે. ભગવાનના પ્રત્યે તમારી આસ્થા વધશે અને વૃધ્ધોના આશીર્વાદ મળશે.

ભણતર સબંધિત અને લેખન કાર્ય જોડે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ શુભ રહેશે.આર્થિક દૃષ્ટિ થી જોઇએ તો આ સમય ધન મેળવવા માટે ઉત્તમ રહેશે અને ધનમાં વધારો કરશે. આ રાશિના લોકો જો લાંબા સમયથી જમીન ઘર અથવા વાહન ખરીદવાનું વિચારે છે તો આ અઠવાડીમાં તમારી ઇચ્છા પૂરી થઇ શકે છે.જે લોકો વિદેશમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારી રહ્યા હોય તેમને થોડી અડચણો આવશે. પ્રેમ સબંધિત બાબતમાં આ અઠવાડીયુ સારૂ રહેશે.તમારા સાથી જોડે સારો સબંધ જોવા મળશે.લોકો તમારી જોડીના વખાણ કરશે. લગ્નજીવન સુખમય રહેશે.

મિથુન રાશિ- ક છ ઘ

મિથુન રાશિના લોકો માટે આ અઠવાડીયું જીવન માટે નવા અવસર લઇને આવશે.આ રાશિના લોકો લાંબા સમયથી નોકરી કે વ્યવસાય માં ફેરફાર કરવાનું વિચારી રહ્યા હોય તો આ અઠવાડીયે તે લોકોનું સપનું પૂરૂ થશે.આ રાશિના લોકો ને રોજગાર માટે નવા માર્ગ ખુલશે.આ રાશિના જાતકોને કોઇપણ કામ કરવા માટે પહેલા શુભચિંતકોની સલાહ લેવી જરૂરી છે.આ સમય દરમિયાન પરિવાર સબંધિત કોઇ સમસ્યાનું સમાધાન કરતી વખતે તમને તમારા માતા-પિતાનો સાથ અને સહકાર મળી રહેશે. આ અઠવાડીયાના મધ્યાંતરે ધંધા બાબતે લાંબી યાત્રા કરી શકો છો.

તમારી યાત્રા ખૂબ જ સુખદ અને લાભદાયી રહેશે.આ સમય દરમિયાન ધનમાં વધારો જોવા મળશે.તમારા પ્રેમ સબંધિત થયેલા પ્રશ્નોના જવાબ મળશે.તમારા પ્રેમ જીવનમાં ખુશી માટે કોઇ મહિલા મિત્રની મદદ મળી શકે છે.લગ્નજીવન સુખી બનાવવા માટે જીવનસાથીની ભાવનાઓને નજર અંદાજ ના કરો.તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય તમારા સાથી માટે આપો.

કર્ક રાશિ- ડ હ

આ રાશિના લોકો માટે આ અઠવાડીયુ ખૂબ જ અનૂકુળ સાબિત થશે.તમારા કાર્યક્ષેત્રમાં તમારા સીનિયર અને જૂનિયર બન્ને તમારી મદદ કરતા જોવા મળે છે.તમારા કાર્યના વખાણ કરશે.તમને કઇક મહત્વપૂર્ણ જીમ્મેદારી મળી શકે છે.જે લોકો લાંબા સમયથી પોતાના ધંધાને આગળ વધારવાનો વિચાર કરી રહ્યા હતા તેમને આ સમયે સફળતા મળશે.પારિવારિક સમસ્યા દૂર કરવા માટે ભાઇ બહેનનો પૂરો સાથ મળશે.

આ રાશિની મહિલાઓને વધારે વ્યસ્ત રહેશે જેના કારણે કાર્યક્ષેત્રે અને ઘરના વચ્ચે થોડીક તકલીફો આવશે.પ્રેમ સબંધ સામાન્ય રહેશે.લગ્નજીવન સુખી રહેશે અને પરિવાર સાથે સુખદ સમય વિતાવવા મળશે.

સિંહ રાશિ- મ ટ

આ રાશિના લોકોંને આ સમય દરમિયાન ગુસ્સા અને અહંકારથી બચવું જોઇએ. વાતચીત અને વ્યવહારમાં ધ્યાન રાખવું જરૂરી છે નહીતર તમરા સબંધો બગડી શકે છે.એકબીજા સાથે મજાકમાં બિજાની હસી ના ઉડાવી જોઇએ.આ અઠવાડીયે તમારા કામકાજની સાથે સાથે પોતાના શરીરનું પણ ધ્યાન રાખવું જોઇએ.

આ અઠવાડીયાના મધ્યાંતરે કોંટ્રેક્ટ અને કમીશન પર કામ વાલા લોકોને ખૂબ ફાયદો થશે.વિદેશમાં રહેતા લોકોને ધંધા અને વ્યાપારમાં ઇચ્છા મુજબ લાભ થશે.આ સમયે તમે તમારા સાથી જોડે કોઇ પણ જગ્યાએ ફરવા જઇ શકો છો. પ્રેમ સબંધિત નજરે તમારે થોડા ધ્યાનથી પગલા ભરવા જોઇએ.તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

કન્યા રાશિ- પ ઠ ણ

કન્યા રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેશે.શરૂઆતના સમયમાં કામકાજમાં વ્યસ્તતા જોવા મળશે. કાર્યક્ષેત્રે બિજાની જિમ્મેદારી પણ તમારે ઉઠાવી પડી શકે છે.જે તમે ખૂબ જ સરળતાથી નિભાવી શક્શો.જો તમે રોજગારી માટે ફરી રહ્યા હોવ તો તમારે હજુ થોડો સમય રાહ જોવી પડશે.કારોબારમાં તમને તમારા સાથીની પૂરી મદદ મળશે.

સમય પસાર થતા તમારે ખાનાપીના અને દીનચર્યા પર ધ્યાન આપવુ જરૂરી છે.આ દરમિયાન તમે થાક મહેસૂસ કરી શકો છો.આ લોકોના પ્રેમ સબંધ સામાન્ય રહેશે.ખરાબ સમયમાં તમારી જીવન સાથી તમારા જોડે ચાલશે. લગ્નજીવન સુખમય રહેશે.જીવનના ઉતાર ચઢાવમાં તમારૂ જીવન સાથી તમારી સાથે તમને સંભાળી ચાલશે.

તુલા રાશિ- ર ત

આ રાશિના જાતકો ને આ અઠવાડીયે પોતાના સબંધ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જોઇએ.શરૂઆતના સમયમાં કોઇ વાતને લઇને કોઇ ખાસ વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે.આ સ્થિતિમાં કોઇપણ સમસ્યા હોય તેને શાંત મગજ અને સૂઝબુઝથી દૂર કરવી જોઇએ.આ સમય દરમિયાન ઘરના કામકાજ કે સુખ સુવિધા માટે ખર્ચો વધી જાય એવો છે અને તેના કારણે આર્થિક ચિંતાની સતામણી થશે.

આ રાશિના લોકોને અચાનક લાંબી કે ટૂંકી યાત્રા પર જવાના યોગ છે.આ યાત્રા ખર્ચીલી અને થકાન વાળી હોઇ શકે છે.જેના લીધે મન નિરાશ અને દુખી થઇ શકે છે.ઘરના સભ્યો સાથે સમય પસાર કરવા મળૅશે.ધંધા ક્ષેત્રે આ સમય ખૂબ જ શુભ રહેશે.પ્રેમ સબંધમાં મજબૂતી આવશે.જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે.

વૃશ્ચિક રાશિ- ન ય

આ રાશિના લોકોને આ સમય દરમિયાન તેમના વડે કરેલા પ્રયાસ અને મહેનતનું પૂરેપૂરુ ફળ મળશે.શરૂઆતના સમયે ધંધા ને લઇ એક મોટો અવસર હાથમાં આવશે જેથી મન ખુશ રહેશે.કોઇ મોટી યોજના કે સંસ્થા સાથે કામ કરવાની તક મળશે.નોકરી કરતા લોકોને પોતાના સીનીયર અને જૂનિયર નો સાથ મળશે.ધંધા ક્ષેત્રે લીધેલા પગલા સાચા સાબીત થશે અને મનની ઇચ્છા મુજબ પ્રગતિ કરી શકાશે.

જીવના કોઇ મોટી મુસીબતથી મુક્તિ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળી શકે છે.જો આ રાશિના લોકો કોઇ ને લાંબા સમયથી પ્રેમનો ઇઝહાર કરવા ઇચ્છતા હોય તેમને આ સમયે સફળતા મળશે.લગ્નજીવન માં ખુશીઓ અપાર હશે.

ધન રાશિ- ભ ધ ફ ઢ

ધન રાશિના જાતકોને આ સમયે કામકાજની વ્યસ્તતા રહેશે.શરૂઆતના સમયમાં કામકાજની બાબતમાં લાંબી કે નાની યાત્રા કરી શકો છો.યાત્રા સુખદ અને લાભપ્રદ સાબિત થશે.આ દરમિયાન કોઇક પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.જે લોકોના કાર્યમાં અડચણો આવતી હતી તમના કાર્ય હવે પૂરા થશે. કાર્યક્ષેત્રે સીનિયરનો સાથ સહકાર મળશે.જૂનિયર સાથેના વિવાદોનો અંત આવશે.

આ અઠવાડીયુ રાજનીતિમાં જોડાયેલા લોકો માટે ખૂબ જ શુભ રહેશે.અચાનકથી તેમને કોઇ મોટુ પદ અથવા મોટી જિમ્મેદારી મળી શકે છે.સમયના મધ્યાંતરે મોટી સમસ્યા દૂર થશે જેથી તમને શાંતિ મળશે.વિદેશમા ધંધા કરવા વાળા લોકોને કોઇ મોટો સોદો મળી શકે છે.લગ્નજીવન સુખમય રહેશે. જીવનસાથીની ઉપલબ્ધી તમારા સન્માનનું કારણ બનશે.

મકર રાશિ- ખ જ

આ રાશિના જાતકોને આ સમયે એવા લોકોથી બધવુ જોઇએ જે લોકો તેમને ગુમરાહ કરવા માટે તૈયાર હોય છે.કાર્યક્ષેત્ર હોય કે ઘર પરિવાર કોઇની વાતમાં આવીને કોઇ ખોટુ પગલુના ભરવું જોઇએ.શરૂઅતના સમયમાં નોકરી વાલા લોકોને કામનો ભાર વધી શકે છે.પણ સમય જતા તેમના સાથિ મિત્રો કામ પુર્ણ કરવામા મદદ કરી શકે છે.

આ સમય ભણવા વાળા લોકો માટે ખૂબ લાભદાયી રહેશે.ધંધા ક્ષેત્રે સમય જતા મોટી ખુશ ખબરી મળવાની સંભાવના છે.આ સમય આ લોકો માટે પરિશ્રમ વાળો હશે.આ સ્થિતિમાં કારોબારમા ધન ઉપયોગ સમજી વિચારીને કરવું જોઇએ.લગ્નજીવન નાના મોટા ઝગડા સાથે સુખમય રહેશે.

કુંભ રાશિ- ગ સ શ ષ

આ રાશિના લોકોને આ સમય સારો રહેશે.શરૂઅતના સમયમાં ઘર પરિવાર સબંધિત સમસ્યા તમારા પરેશાનીનું કારણ બનશે.આ સમયે તમારે કોર્ટ કચેરીના ચક્કર મારવા પડશે.કાર્યક્ષેત્રે તમારો સીનિયર કોઇ વાતને લઇ તમારા પર ગુસ્સે થઇ શકે છે.આ સમય દરમિયાન કોઇ પણ પગલુ ગુસ્સાથી ના ભરો.સમય જતા આ લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.આ સમયે તમે બીમાર થઇ શકો છો.

આ સમયમાં ધન સબંધિત સમસ્યા આવી શકે છે.જેના કારણે ઉધાર લેવો પડશે.પ્રેમ સબંધમાં સમજી વિચારી પગલા ભરવા જોઇએ.લગ્નજીવન સુખમય બનાવવા માટે સાથીની ભાવનાની ઇજ્જત કરવી જોઇએ.

મીન રાશિ -દ ચ ઝ થ

આ રાશિના લોકો માટે આ અઠવાડીયું બહુ જ શુભ રહેશે.શરૂઆતના સમયમાં સૌભાગ્યનો સાથ મળવાથી તમારા બધા જ કામ પૂરા થશે.નોકરી વાળા લોકોને પ્રમોશન મળી શકે છે.જે લોકો નોકરીમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા છે તેમને સારો અવસર મળશે.બદલાવ કરતી વખતે શુભ ચિંતકોની સલાહ લેવી જરૂરી છે.

  1. આ સમયે સુખ સુવિધા માટે મોટો કર્ચો કરી શકો છો. ઇચ્ચા મુજબ ઘરમં વસ્તુઓ આવવાથી ઘરમાં ખુશીઓનો સમય હશે.ધંધા ક્ષેત્રે લાભ અને પ્રગતિના યોગ રહેશે.આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઇએ.પ્રેમ સબંધોમાં મજબુતાઇ આવશે અને વિશ્વાસ વધશે.લગ્નજીવન સુખમય રહેશે.

Leave a comment