28 જાન્યુઆરી આજનું રાશિફળ જાણો કેવો રહેશે આજનો દિવસ તમારા માટે

મેષ

આજનો દિવસ થોડો મુશ્કેલી ભરેલો રહેશે.આવક કરતા જાવક વધુ રહેવાથી તમે પરેશાન રહો. તબિયતમાં સુધારો રહેશે ઠંડુ ભોજન કરવુ નહિ.શરદી ઉધરસની સમસ્યા રહી શકે છે.કામકાજ માટે દિવસ ઉત્તમ રહે તમારે પોતાના કામમાં જ ધ્યાન આપવું બીજાના કામમાં હસ્તક્ષેપ કરવો નહીં.

વૃષભ

આજે તમારે થોડા વિનમ્ર રહેવું પડશે મિત્રો જોડે મુલાકાત થઈ શકે છે.જીવનમાં આવનારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. આજે તમારા કામથી લોકો પ્રેરિત થશે.તમારા અગાઉ કરેલા સામાજિક કર્યો તમને માન અને સન્માન અપાવશે.આજે તમને શુભ સમાચાર મળશે.

મિથુન

આજે તમને ધનલાભ થવાના યોગ બની રહ્યાં છે.એવા કામથી તમને લાભ થશે કે જે લાંબા સમય સુધી ચાલવાના છે.આજના દિવસે તમે સારા વિચારો થકી યોજનાઓ આવનારા ભવિષ્ય માટે બનાવશો.અવિવાહિત લોકો માટે શુભ સમાચાર મળી શકે છે. આજે તમે તમારી બુદ્ધિ પૂર્વક તમામ કામ પુરા કરી શકો છો.

કર્ક

આજે તમારો દિવસ મધ્યમ રહેશે.ઘર પરિવાર સાથે સમય પસાર કરશો.આજે તમારે કોઈ પણ બાબતે નિર્ણય લેતા પહેલા વિચારવું જોઈએ અને કોઈ તજજ્ઞ લોકોની સલાહ લેવી જોઈએ.તમારા પૈસા કોઈ જગ્યાએ રોકાઈ શકે છ.આજે તમારે નવું કામ કરતા પહેલા માતાપિતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ.

સિંહ

આજે તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. સ્વાસ્થ્યનો સુધાર તમારા પર આધાર રાખશે.ખોટી ચિંતા કરવી નહીં.આજે તમારે દરેક કામમાં મુશ્કેલીઓ આવશે. તમારા અંગત કામમાં બીજાની સામેલગીરી કરવી નહીં.આજે તમારે ગણપતિની પૂજા કરવી અને શ્લોક બોલવા.

કન્યા

જીવનસાથીની મદદથી તમે આજે કોઈપણ કામ પૂરું કરી લેશો. આજે તમારા દરેક પ્રયાસ સફળ થશે. આકે તમારે કોઈ આપત્તીજનક નિર્ણય લેવા નહીં. આજનો દિવસ ઉત્તમ છે.તમને કોઈ મોટી બીમારીમાંથી છુટકારો મળી શકે છે.સૂર્યદેવને જળ અર્પણ કરવુ.

તુલા

જુના કામ બાકી હતા તે પુરા કરી લેવા આજે તમે ફાયદામાં રહેશો. સામાજિક અને ધાર્મિક કામ માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. પરિવારમાં વિશેષ જવાબદારી મળી શકે છે.મિત્રો જોડે બહાર જવાનું થઈ શકે છે.બિઝનેસ મિટિંગ થઈ શકે છે.શિવલિંગ પર દૂધ ચઢાવવું.

વૃશ્ચિક

આજનો દિવસ તમારા માટે એકદમ ઉત્તમ છે. આર્થિક બાબતે સારી આવક મળે.આજે સંતાનોના અભ્યાસની ચિંતા તમને સતાવ્યા કરશે.કોઈની જોડે તમારે પૈસાની લેવડદેવડ કરવી નહી તમારા પૈસા રોકાઈ શકે છે.આજે તમે રોકાણ કરો તો વિચારીને કરવુ.તમારે કુળદેવીના દર્શન કરીને ફૂલ અર્પણ કરવા.

ધન

આજનો દિવસ તમારે મધ્યમ રહેશે.કામકાજમાં આજે તમને પરિવારના અન્ય સભ્યો મદદ કરશે. લગ્નજીવનમાં દિવસ ઉત્તમ રહે. આવક કરતા ખર્ચ વધી જાય.ખાવા પીવામાં ધ્યાન વધુ આપવું.જૂની બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

મકર

આજે તમને તમારો સાચો પ્રેમ મળી શકે છે. વ્યાપારની મિટિંગ માટે અચાનક તમારે બહાર જવાનું થઈ શકે છે. પાર્ટનર તરફથી તમને કોઈ ભેટ મળી શકે છે.આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.આજે તમે રોકાણ કરી શકો છો તમને બમણું વળતર મળશે.

કુંભ

આજે તમે તાકાત અને ધીરજ રાખીને કામ કરજો. જમીન કે મિલકત સંબંધી તમને વધુ લાભ થઈ શકે છે. આજે તમે દિવસ દરમિયાન પૈસા બાબતે વિચારતા રહેશો. વ્યાપાર કરતા લોકોને અચાનક ધનલાભ થશે. પહેલા કરતા વધુ આવક મેળવી શકશો.

મીન

આને તમારે યાત્રા અર્થે ઘરની બહાર વધુ સમય પસાર કરવો પડે. પરિવાર જોડે બહાર જવાનું થઈ શકે છે.આજે તમે તમારા જો કોઈ નવું કામ કરવાનું વિકરશો તો તમારી સામે બીજું કામ આવી પડશે.વાણીમાં મધુરતા રાખવી ગુસ્સો કરવો નહીં.ઇષ્ટ દેવનું નામ સ્મરણ કરતા રહેવું.

Leave a comment