30 વર્ષ પછી જન્માષ્ટમી પર બનશે દુર્લભ સંયોગ, આ ઉપાય કરવાથી તમને શુભ ફળ મળશે

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ગણતરીના દિવસોમાં ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમી નો પર્વ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 3.37 કલાકથી શરૂ થશે. જ્યારે અષ્ટમીનું સમાપન 7 સપ્ટેમ્બરે સાંજે 4.14 કલાકે થશે. જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર ગ્રહ અને નક્ષત્રોનો દુર્લભ સંયોગ સર્જાશે. આવો સંયોગ 30 વર્ષ પછી બનશે. આ વર્ષે જન્માષ્ટમી પર રવિ યોગ અને સર્વાથ સિદ્ધ યોગ બની રહ્યો છે.

જન્માષ્ટમીના દુર્લભ સંયોગ

શાસ્ત્રો અનુસાર આ વર્ષે જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્ર રહેશે અને ચંદ્રમાં વૃષભ રાશિમાં હશે. જન્માષ્ટમી પર આ દુર્લભ સ્થિતિ રહેશે. જેના કારણે 12 રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દુર્લભ સંયોગમાં શ્રીકૃષ્ણને પ્રસન્ન કરતાં કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિના અટકેલા કામ પૂરા થઈ શકે છે અને ધન લાભ પણ થઈ શકે છે.

જન્માષ્ટમી પર કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી શીઘ્ર ફળ મળે છે. આ વર્ષે જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણનો પંચામૃતથી અભિષેક કરવો. ત્યારબાદ આ પંચામૃતને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું. સાથે જ ભગવાનને મેવા અને મખાનાની ખીર તુલસીના પાન સાથે ધરાવવી.

આ ઉપરાંત જન્માષ્ટમીના દિવસે ભગવાનની પૂજા કરીને તેમને પંજરીનો ભોગ ધરાવો. જન્માષ્ટમીના દિવસે ભગવાનની પૂજા કરીને આ બે વસ્તુ નો ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને ઘરમાં ધનની આવક વધે છે સાથે જ પરિવારના સભ્યોનો સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતું નથી.)

Leave a Comment