31 ઓક્ટોબર આજનું રાશિફળ જાણો કેવો રહેશે આજનો દિવસ તમારા માટે

મેષ રાશિ 

આ રાશિના જાતકોનું મન પ્રસન્ન રહેશે. વિચારોને સકારાત્મક રાખવા પડશે. ઓફિસમાં દરેક કાર્ય આસાનીથી પૂરૂ થશે. માતા-પિતાનો સહયોગ મેળવી શકો છો. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકો છો. ઓફિસમાં નવી જવાબદારી સફળતાપૂર્વક પૂર્ણ કરશો. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો.

મિથુન રાશિ 

આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઓફિસમાં દરેક કાર્ય સમયસર પૂરા કરી શકો છો. ઉચ્ચ અધિકારી તરફથી તમારા કામના વખાણ થઇ શકે છે. પારિવારિક જીવન આનંદથી ભરપૂર રહેશે. મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય નરમ રહેશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. શત્રુઓથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ધનહાનિના યોગ બનેલા રહેશે. માતા-પિતાનો સહયોગ મેળવી શકો છો.

સિંહ રાશિ 

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. કાર્યક્ષેત્રમાં ભાગદોડ થઈ શકે છે. નવા વ્યવસાયની શરૂઆતના યોગ બનેલા રહેશે. ભાગીદારી ધંધામાં લાભ થઈ શકે છે. ભાઈ બહેનનો સહયોગ મેળવી શકો છો. જીવનસાથી સાથે ખરીદી થઇ શકે છે.

કન્યા રાશિ 

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ઠીક રહેશે. જૂની બીમારીથી રાહત મળશે. નવા આયોજનો સફળ રહેશે. રોજગાર વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. નવા આવકના સાધનો વસાવી શકો છો. વિદ્યાર્થીઓને સફળતા મળી રહેશે.

તુલા રાશિ 

આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિ સારી રહેશે. કારોબારમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. યાત્રાના યોગ બની રહેશે. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો. માતાનું સ્વાસ્થ ખરાબ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ 

આ રાશિના જાતકોનું મન પ્રફુલ્લિત રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. ઓફિસમાં માન સન્માનમાં વધારો થશે. નવા પ્રોજેક્ટ મેળવી શકો છો. માતાપિતા તરફથી આર્થિક સહયોગ મેળવી શકો છો. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

ધન રાશિ

આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. ધંધા વ્યવસાયમાં પ્રગતિ જોવા મળી શકે છે. ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકો છો. વિદ્યાર્થીઓને સફળતા મળી રહેશે. વાહન સાવધાનીથી ચલાવવું પડશે. દુર્ઘટનાના યોગ બનેલા રહેશે. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો.

મકર રાશિ 

આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઓફિસમાં સહકર્મચારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.

કુંભ રાશિ

આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઓફિસમાં ઉચ્ચઅધિકારી તરફથી વખાણ મેળવી શકો છો. સામાજીક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક આયોજનનો સફળ રહેશે. આર્થિક વ્યવહારોથી લાભ થઈ શકે છે. માતાપિતા તરફથી સહયોગ મેળવી શકો છો. જીવનસાથી સાથે ખરીદીના યોગ બનેલા રહેશે.

મીન રાશિ 

આ રાશિના જાતકોને કારોબારમાં લાભ થઈ શકે છે. ધન કમાવવાના નવા અવસર મળી શકે છે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો. આર્થિક આયોજનનો સફળ રહેશે. ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકો છો. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. અચાનક આર્થિક ધનલાભના યોગ બનેલા રહેશે.

 

Leave a comment