વૈદિક જ્યોતિષ મુજબ દર મહિને કોઈને કોઈ ગ્રહ ગોચર કરે છે. નવો મહિનો સપ્ટેમ્બર શરૂ થવાનો છે. આ મહિને પણ 5 ગ્રહોની ચાલમાં પરિવર્તન થશે. આ પરિવર્તન માનવ જીવનમાં વ્યાપક અસર લાવશે. સપ્ટેમ્બરમાં જે ગ્રહ પોતાની ચાલ બદલવાના છે જેમાં શુક્ર, ગુરુ, બુધ, સૂર્ય અને મંગળ ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ તમામ ગ્રહો મહત્વનું સ્થાન ધરાવે છે. સ્પષ્ટ છે કે તેની અસર આખી માનવજાતિ પર પડશે. આ પરિવર્તન કેટલીક રાશિ માટે સકારાત્મક તો કેટલાક માટે નકારાત્મક હોઈ શકે છે. આવામાં 4 રાશિવાળા એવા છે જેમના પર આ પરિવર્તન શુભ અસર નાખશે. જાણો કઈ રાશિ છે ભાગ્યશાળી…
તુલા રાશિ
સપ્ટેમ્બરમાં થનારું 5 રાશિઓનું ચાલ પરિવર્તન તુલા રાશિવાળા પર સકારાત્મક અસર પાડશે. આ રાશિવાળા માટે નવો મહિનો મંગળકારી સાબિત થશે. આ દરમિયાન નવી નવી તકો મળશે અને વાદ વિવાદમાં સફળતા મળશે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમના સપના પણ પૂરા થશે. દાંપત્ય જીવનમાં સંબંધ મધુર બનશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો ખુબ ફળદાયી સાબિત થશે. ગ્રહોની ચાલ પરિવર્તનની શુભ અસર પડવાથી દરેક કામ બનતા જશે. આ મહિને ભાગ્યનો સાથ મળશે અને કોઈ મોટો પ્રોજેક્ટ હાથ લાગશે. આ દરમિયાન સમાજમાં માન સન્માનમાં વધારો થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે સપ્ટેમ્બરનો મહિનો અનુકૂળ પરિવર્તન આપનારો રહેશે. આ મહિને રીસાયેલું ભાગ્ય ઈચ્છીત ફળ આપશે અને આવકના નવા સ્ત્રોત બનવા લાગશે. આ દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થવાથી મન પ્રસન્ન થશે. મહિનાનો અંત આવતા આવતા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે.
મકર રાશિ
સપ્ટેમ્બર મહિનામાં 5 ગ્રહોની ચાલ થવાથી જે પરિવર્તન થશે તે મકર રાશિના જાતકો પર શુભ અસર પાડશે. આ દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે અન અનેક પ્રકારના શુભ સમાચારની પ્રાપ્તિ થશે. આ આખો મહિનો આ રાશિના જાતકો માટે સુખ સુવિધાઓ અને આરામથી પસાર થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતું નથી.)