માન્યતા છે ધન ની દેવી મા લક્ષ્મી ની પૂજા કરવા થી ઘર ની દરિદ્રતા દૂર થાય છે અને સુખ સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે. મનાય છે કે શુક્રવાર ના દિવસે મા લક્ષ્મી ની પૂજા પાઠ કરવા ખૂબ લાભદાયક હોય છે. આ દિવસે મા લક્ષ્મી ની પૂજા કરવા થી ઘર માં સુખ સમૃદ્ધિ બની રહે છે.
પણ હિન્દૂ ધર્મ શાસ્ત્રો ના અનુસાર અઠવાડિયા ના પ્રત્યેક દિવસ અલગ અલગ દેવી દેવતાઓ ને સમર્પિત છે. જ્યાં મંગળવાર ને સંકટમોચન હનુમાન તો ત્યાં શનિવાર ના શનિદેવ ની પૂજા કરવા માં આવે છે.
શુક્રવાર એ આવી રીતે કરો મા લક્ષ્મી ની પૂજા.
શુક્રવાર ના દિવસે સૂર્યોદય થયા પેહલા ઉઠી અને સ્નાન વગેરે જેવી દૈનિક ક્રિયા કર્યા પછી મા લક્ષ્મી ની પૂજા શરૂ કરો. એના માટે ઘર ના પૂજા સ્થળ માં લક્ષ્મી જી ની મૂર્તિ ની સામે દેશી ઘી થી દીવો પ્રગટાવી અને 108 વખત લક્ષ્મી મંત્ર ॐ श्रीं श्रीये नम: નો જાપ કરો. ધ્યાન રાખજો કે લક્ષ્મી મંત્ર નો જાપ કરતી વખતે તમારું ધ્યાન પૂજા પર કેન્દ્રિત હોવું જોઈએ અને પુરી આસ્થા ની સાથે આ મંત્ર નો 108 વખત તમારે જાપ કરવો જોઈએ.
મંત્ર ના જાપ પુરા થયા પછી મા લક્ષ્મી ની મીશ્રી અને ખીર નો ભોગ લગાવો. એના પછી 7 સાત વર્ષ થી ઓછી છોકરીઓ ને ઘર માં બોલાવી ભોજન કરવો. ભોજન ની સાથે કન્યાઓ ને મા લક્ષ્મી ને ચડાવેલ મીશ્રી અને ખીર નો પ્રસાદ દો. આ રીતે પુરી વિધિ મા લક્ષ્મી ની પૂજા લગાતાર ત્રણ શુક્રવાર સુધી કરો. એવું કરવા થી મા લક્ષ્મી ઘણી પ્રસન્ન થશે અને એમની કૃપા થી દરિદ્રતા દૂર થાય છે.
પ્રત્યેક શુક્રવાર ઉત્તર- પૂર્વ ખુણા માં દીવો પ્રગટાવો
ત્યાં એક બીજી શાસ્ત્રીય વિધિ પણ છે દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે , એના માટે તમારે દરેક શુક્રવાર એ સાંજે ઘર ના ઉત્તર- પૂર્વ ખુણા માં દીવો પ્રગટાવા નો રેહશે. ધ્યાન રહે આ દિવા માટે તેલ ની જગ્યા એ ઘી અને રૂ ની જગ્યા એ લાલ રંગ નો સુરતી ધાગા નો ઉપયોગ કરવા નો રેહશે.
એના સિવાય ઘી માં થોડી કેસર પણ નાખવા ની રેહશે. આ રીતે પ્રત્યેક શુક્રવારે આ દીવો પ્રગટાવો…એના થી મા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થશે અને ઘર ની આર્થિક તંગી દૂર થશે.