શિવભક્તો માટે શ્રાવણ મહિનો તહેવાર સમાન છે.હિન્દી કેલેન્ડર મુજબ આજથી એટલે કે 4 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. આખો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને મહાદેવન ભક્તો આ મહિનાની ઘણી રાહ જોઈ રહ્યા છે.
શ્રાવણ મહિનામાં આસપાસનો માહોલ ઘણો પવિત્ર થઈ જે છે અને દરેક લોકો શિવની ભક્તિમાં લીન રહે છે. શિવજીનો અભિષેક કરે છે અને તેની પૂજા-અર્ચના કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે.
શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જળાભિષેક અને દુધનો અભિષેક અને રુદ્રાભિષેક કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત છે. ભગવાન શિવની પૂજા, જલાભિષેક, દુગ્ધાભિષેક, દ્વીપ, ધૂપ, ભાંગ/ધતુરા વગેરે કરવામાં આવે છે. વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. કેટલાક પાંદડા ભગવાન ભોલેનાથને ખૂબ પ્રિય પણ છે તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન આ પાંદડા જરૂર અર્પણ કરવા જોઈએ.
શમીના પાંદડાઃ
શિવપુરાણ અનુસાર ભગવાન શિવને શમીના પાન ખૂબ જ પસંદ છે. એવી માન્યતા છે કે શિવલિંગની સાથે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શનિ દોષ પણ ઓછો થાય છે.
દુર્વાઃ
હિન્દુ ધર્મ ગ્રંથોમાં દુર્વાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર દુર્વા અમૃત સમાન છે. જો તમે શિવલિંગ પર દુર્વા ઘાસ અર્પણ કરો છો, તો તમે લાંબા આયુષ્યની કૃપા મેળવી શકો છો.
પીપળાના પાન:
જો તમને સોમવારે ભગવાન શિવને અર્પણ કરવા માટે બેલપત્ર ન મળે તો તમે પીપળના પાન પણ ચઢાવી શકો છો. એવી માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન ભોલેનાથની પીપળાના પાનથી પૂજા કરવાથી લોકોના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.
ભાંગઃ
ભગવાન શિવના અભિષેકમાં ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તમે શિવલિંગ પર ભાંગના પાન પણ ચઢાવી શકો છો. તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે.
ધતુરાઃ
ધતુરાના ફળ અને તેના પાંદડા બંને ભગવાન શિવને ખૂબ પ્રિય છે. ફળ ન મળે તો તમે તેના પાન પણ શિવલિંગને અર્પણ કરી શકો છો.